Aapnu Gujarat
ગુજરાત

ગ્લોબલ વોર્મિંગનું નિરાકરણ વૃક્ષોનું જતન : મંત્રી ઈશ્વરભાઈ પરમાર

ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નગર સેવા સદન ખાતે તાલુકાકક્ષાનો ૭૧મો વન મહોત્સવ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

વૃક્ષોના જતન અને સંવર્ધનની મહત્તા સમજાવતા મંત્રીશ્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ૧૯૫૦માં ગુજરાતના પનોતા પુત્ર સ્વ.કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવની શરૂઆત કરાવી હતી. જેને અનુસરીને રાજય સરકાર દરવર્ષે રાજયકક્ષાએ સાંસ્કૃતિક વનો અને જિલ્લાકક્ષાએ વન મહોત્સવોની ઉજવણી કરીને આગામી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવા આશયથી સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે.

રાજયમાં આ વર્ષે ૧૦ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર હોવાની વિગતો આપતા મંત્રીશ્રી ઈશ્વરભાઈએ કહ્યું કે, સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  વન્ય સંપદા પર રહેલો છે. તેમણે ખ્યાતનામ ભજનિક હરીભાઈ ભરવાડના ભજન “જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા”ની રચનાને વ્યકત કરીને માનવજીવનમાં જન્મથી લઇને મૃત્યુ સુધી કાષ્ટના મહત્વને સમજાવ્યું હતું.  

ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓમાં પરિવર્તન આવ્યું છે. જેને નાથવા માટે વૃક્ષોનું વાવેતર કરીને સૌ ગુજરાતીઓને ગ્રીન ગુજરાત કલીન ગુજરાત, હરિયાળા ગુજરાતની નેમ સાકાર કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. દરેક વ્યકિતએ વૃક્ષોનું મહત્વ સમજી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાની હિમાયત કરતા કહ્યું હતું કે, રાજ્યના ૩૩ જિલ્લા, મહાનગરો, ૨૫૦ તાલુકા અને ૫૧૦૦થી વધુ ગામોમાં વૃક્ષ રથ ફરીને ઘરે ઘરે જઈને વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે.

આ વેળાએ કડોદરા નગરપાલિકાના પ્રમુખ સીમાદેવી ઠાકુર, તા.પં. ઉપપ્રમુખ રમેશભાઈ રાઠોડ, સુમુલ ડેરીના ડિરેક્ટર ભરતસિંહ સોલંકી, પલસાણાના મામલતદાર શ્રી એન. સી. ભાવસાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજીક વનીકરણ રેંજ પલસાણાના શ્રી બી. આર. રાદડીયા, કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમતી મિત્તલબેન ભાલાળા, અગ્રણી શ્રી અંકુરભાઈ દેસાઈ, અશોકભાઈ પાટિલ, મોહનભાઈ પટેલ, રાઉન્ડ ફોરેસ્ટ કડોદરાના આર.ડી. ગોહિલ, વનસંરક્ષકશ્રી જાદવ હડિયા સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજપીપળામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીનું સમાપન

aapnugujarat

લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

aapnugujarat

જિલ્લા કક્ષાના સ્વાતત્ર્ય પર્વની ઘોલકા ખાતે ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1