Aapnu Gujarat
Uncategorized

પાટણ ની લીલીવાડી ડો. આંબેડકર ચોક ખાતે પાણીના પરબની શરૂઆત કરવામાં આવી

પાટણ શહેરની લીલી વાડી પાસે ના આંબેડકર ચોક માં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ ના હસ્તે પાણી ની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યા માં લોકી ઉપસ્થિત રહ્યા હતા.

સામાજિક અને રાજકીય આગેવાન તેમજ ધી રોહિત સમાજ સહકારી ધિરાણ મંડળી, પાટણના ચેરમેન અશોકભાઈ એમ.પરમાર (બેપાદરવાળા)ના સૌજન્યથી લીલીવાડી વિસ્તારના લોકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તે હેતુ પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે લીલીવાડી ડૉ.આંબેડકર ચોક ખાતે પીવાના ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઠંડી છાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પાટણ તાલુકા ભાજપના મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ગીરીશભાઈ પટેલ, રાજેન્દ્ર કે. હિરવાણીયા, પરેશભાઇ મકવાણા, રવિધામ પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહામંત્રી નરેન્દ્રભાઈ પરમાર, મણીલાલ સોલંકી, સમાલ ગોળ રોહિત સમાજ પ્રમુખ રામજીભાઈ મિસ્ત્રી, દિનેશ પરમાર, પ્રજ્ઞેશ પરમાર, ડી.ટી.પરમાર, બકુલભાઈ ડોડીયા વિગેરે પાટણ જીલ્લા અને શહેરના સામાજિક અને રાજકીય પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને આ વિસ્તારના રહીશો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જાણીતા દાતા અને ધી રોહિત સમાજ સહકારી ધિરાણ મંડળી, પાટણ ના ચેરમેન અશોકભાઈ એમ.પરમાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઉનાળામાં આ વિસ્તારમાં પીવા ના પાણી ની પરબ બનાવી આ વિસ્તારના લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કરી રહ્યા છે.

Related posts

ગીર-સોમનાથમાં કોંગ્રેસનાં સસ્પેન્ડ ધારાસભ્યોના સમર્થકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સસ્પેશન પાછું ખેંચવા કરી રજૂઆત

aapnugujarat

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

સરકાર સામે ખેડૂતોનો આક્રોશ

editor

Leave a Comment

UA-96247877-1