Aapnu Gujarat
Uncategorized

રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિશ્વ માંગલ્ય સભાની અખિલ ભારતીય કારોબારી બેઠકનું અમદાવાદ ખાતે આયોજન કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિશ્વ માંગલ્ય સભાની અખિલ ભારતીય કારોબારી બેઠકનું અમદાવાદ ખાતે આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

માતા એ પરિવારનો આધારસ્તંભ છે. સામર્થ્યવાન, સહનશીલ, સૌમ્ય અને શક્તિશાળી માતા એ પરમાત્મા સ્વરૂપ છે , તેમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિશ્વ માંગલ્ય સભાની અખિલ ભારતીય કારોબારી ને સંબોધતા રાજ્યપાએ જણાવ્યું હતું કે સૃષ્ટિના રચિયતા પરમાત્મા છે, પરંતુ તેને ચલાવવાનું કાર્ય માતા કરે છે .

તેમણે ઉમેર્યુ કે,આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય અને એ હકીકત છે તે આપણે સૌ અનુભવીએ છીએ. માતાના ઉપકાર સંતાન પર સૌથી વધુ હોય છે.

જનની એટલે જન્મ આપવા વાળી અને માં એટલે નિર્માણ કરવા વાળી તેવું રાજ્યપાલએ જણાવ્યું.

તેમને વધુમાં જણાવ્યું કે આપણો દેશ ઋષિમુનિઓ અને વેદોનો દેશ છે જે ન્યૂટનને કર્યું તે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં આર્યભટ્ટે કર્યું હતું રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે એટલે આપણા ગ્રંથોમાં પણ ટેકનોલોજી પહેલેથી હતી જ તેવું રાજ્યપાલ એ જણાવ્યું

Related posts

દ્વારકાના મંદિરમાં વર્ષની થઈ કરોડો રૂપિયાની આવક

aapnugujarat

ભારતમાં ટેસ્લાના ૪ મોડલ્સને મળી મંજૂરી

editor

कश्मीर से पहले चीन में रहने वाले मुस्लिमों की चिंता करें पाक : US

aapnugujarat

Leave a Comment

UA-96247877-1