Aapnu Gujarat
ગુજરાત

કેદીઓને સારા નાગરિક બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી જેલ સહાયકોના શિરે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

જેલ સહાયક તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. અમદાવાદ જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૯૬ જેલ સહાયક તાલીમાર્થીઓનો દિક્ષાંતપરેડ સમારોહ યોજાયો હતો.

અમદાવાદની જેલ સ્ટાફ તાલીમ શાળાના પરેડ ગ્રાઉન્ડ ખાતે 12માં દીક્ષાંત પરેડ સમારોહને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેદીઓને સારા નાગરિક બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી તાલીમબદ્ધ જેલ સહાયકોના શિરે રહેલી છે.

અમદાવાદના જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૯૬ જેલ સહાયક તાલીમાર્થીઓના દિક્ષાંત પરેડ સમારોહને સંબોધતા ગૃહ રાજ્યમંત્રીએ જેલ-સ્ટાફની બદલાયેલી ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, સ્વતંત્રતા પૂર્વે જેલમાં આવતા કેદીઓમા મોટાભાગે સ્વાતંત્ર્યવીરો હોતા, પણ આજે સમાજ-જીવનમાં અશાંતિ ઉભી કરતા અથવા ખલેલ પહોંચાડતા વ્યક્તિઓ કેદી તરીકે આવે છે.

ત્યારે તેમને પણ સારા નાગરિક બનાવવાનું મહત્વનું કાર્ય જેલ-સ્ટાફે કરવાનું છે. તેમણે તાલીમાર્થીઓને અનુરોધ કરતાં કહ્યું કે, તાલીમ દરમિયાન મેળવેલું જ્ઞાન આપના રોજબરોજના કાર્યમાં ઉપયોગમાં લેશો. તેમણે એમ પણ કહ્યું કે, આપ હવે જેલની કરોડરજ્જુ સમાન છો. હર્ષ સંઘવીએ જેલ સ્ટાફનુ મહત્વ રેખાંકિત કરતાં કહ્યું કે, આપણે કેદીના જીવનમાં પરિવર્તન આણી સમાજ-પરિવર્તનમાં પોતાનું યોગદાન આપી શકીએ છીએ

Related posts

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ

aapnugujarat

નોટબંધીની પહેલી વરસીએ રાહુલ ગાંધીએ સુરતની મુલાકાત લીધી

aapnugujarat

ગુલાબ સહિત અન્ય તમામ ફૂલની કિંમતોમાં તેજી રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1