Aapnu Gujarat
ગુજરાત

કડીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરાયો


હાલમાં કોરોના વાયરસના પગલે દેશભરમાં બીજીવખત લોકડાઉન ચાલી રહ્યું છે. પ્રથમ લોકડાઉનથી જ તમામ હોટેલ-રેસ્ટોરન્ટ તથા મીઠાઈ-ફરસાણની દુકાનો બંધ છે. આથી, ખાણીપીણીની દુકાનોમાં રહેલો માલનો જથ્થો બગડી ગયો હોવાની સંભાવના છે. તેથી, આવા અખાદ્ય જથ્થાનો નાશ કરવો આવશ્યક છે. ત્યારે આજે કડી માં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
કડી નગરપાલિકા ના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ ના આદેશ ને પગલે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશભાઈ આચાર્ય સહિત ની ટિમ સાથે 17 થી વધારે મીઠાઇ અને ફરસાણની દુકાનો માં ચેકીંગ હાથ ધયુ હતું જોકે દુકાન ખોલાવી તેમાં પડી રહેલી મીઠાઇ, ફરસાણ સહિત ની વાસી થઈ ગયેલી 1700 કિલો ખાદ્યસામગ્રી અને આશરે કિંમત 3 થી 4 લાખ નો માલ તાત્કાલિક કચરાપેટી માં નાખી નાશ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હજુ આગામી દિવસોમાં પણ અન્ય ખાણીપીણીની દુકાનોમાં બગડી ગયેલા માલનો નાશ કરવાની કામગીરી ચાલુ રહેશે.
આપણું ગુજરાત ન્યૂઝ કડી
જૈમિન સથવારા – કડી

Related posts

સટ્ટાકાંડ : જેપી સિંહના જામીન ખાસ અદાલતે ફગાવ્યા

aapnugujarat

સેટેલાઇટ ગેંગરેપ : વૃષભ, ગૌરવ અને યામિનીના નાર્કો ટેસ્ટ કરાયા

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીની કોર્પોરેટરોને કોન્ટ્રાક્ટરગીરી ન કરવા ચેતવણી

editor

Leave a Comment

UA-96247877-1