Aapnu Gujarat
ગુજરાત

છેલ્લા ચાલીસ દિવસથી ખડેપગ સેવા બજાવતા હોમગાર્ડ જવાનો સહિત આરોગ્ય વિભાગના 3360 જેટલા કર્મચારીઓને છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી કોરોના વૈશ્વિક મહામારીના સંદર્ભમાં જિલ્લામાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન છેલ્લા અમુક દિવસોથી ખડેપગે દિવસ-રાત અલગ અલગ જગ્યાઓ પર ફરજ બજાવતા કોરોના વોરીયર્સ હોમગાડર્સ, ગ્રામ રક્ષક દળ, કપ્યુટર ઓપરેટર્સ, વોર્ડ બોય, આયા તેમજ ૧૦૮ ડ્રાઈવર એવા અંદાજીત ૩૩૬૦ નાના કર્મચારીઓને કોરોનાની વૈશ્વિક મહામારીમાં તેઓને કુટુંબમાં જીવન જરૂરિયાતની અત્યંત જરૂરી ચીજવસ્તુઓ તેમજ રાશન ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું , જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા , વિરોધપક્ષના નેતા રશ્મીકાન્તભાઈ વસાવા સહિત જિલ્લા પંચાયતના અધિકારી અને પદાધિકારીઓના હસ્તે જિલ્લા પંચાયત કચેરી ખાતે થી કીટ વિતરણ નો શુભારંભ કરવામાં આવ્યું . આ રાશન કીટમાં પ કિ.ગ્રા. ચોખા, ૫ કિ.ગ્રા. ઘઉંનો લોટ, ૧ લીટર તેલ, ૧ કિ.ગ્રા. તુવેર દાળ, ૧ કિ.ગ્રા. મગ, ૧ કિ.ગ્રા. ખાંડ, ૧ કિ.ગ્રા. મીઠું, ૧૦૦ ગ્રામ મરચું, ૧૦૦ ગ્રામ હળદર, ૩ નંગ-ન્હાવાના સાબુ, ૩ નંગ-કપડા ધોવાના સાબુ, ૨ કિ.ગ્રા. ડુંગળી, ૨ કિ.ગ્રા. બટાટા વિગેરે સહિતનું કુલ ૨૦ કિલોની એક કીટ તૈયાર કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં નાના કર્મચારીઓની વહારે થવા જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે રાશન કીટ અંગેનો વિચાર મુકતા સૌ એ તેને વધાવી લઈ સહમતી દર્શાવી હતી, આ અગાઉ પણ જીલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા સમસ્ત જીલ્લા ની તમામ સરકારી કચેરીઓના અંદાજીત ૯૦૦ જેટલા પટાવાળા, વોચમેન, ડ્રાઈવર, રોજમદાર, સ્વચ્છતા શ્રમિકો ને આ રાશનકીટનું વિતરણ કરી દેવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ખાસ જોગવાઈ કરીને કોરોના વોરીયર્સના અભિવાદન માટે એક આગવું સમાજ ઉપયોગી કાર્ય જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

દેશમાં વૃદ્ધોની સંખ્યા ૩.૮ ટકાના દરે વધે છે

aapnugujarat

ગ્રેટ બીટ ડાન્સ એકેડમી અને અપના ફાઉન્ડેશન દ્વારા ‘બાળમજુરી અટકાવો’ અંતર્ગત ડાન્સ પરફોર્મન્સ રજુ કરાયું

aapnugujarat

હોળી પર્વને લઇ શાહજહાંપુરમાં મસ્જિદોને પ્લાસ્ટિક શીટ વડે ઢાંકી દેવાશે

editor

Leave a Comment

UA-96247877-1