Aapnu Gujarat
ગુજરાત

જબુગામ દવાખાનામાં કોરોનાવાયરસ ની મહામારી થી બચવા માટે સેનેટાઈઝર મશીનનું દાન કર્યુ.

      પાવી જેતપુર પંથકના જબુગામ દવાખાનામાં કોરોનાવાયરસ ની મહામારી થી બચવા માટે બોડેલીના એક દાતાએ સેનેટાઈઝર મશીન દાન કર્યું હતું. રોજ સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહેતાં દર્દીઓ માટે સેનેટાઈઝર મશીન આવી જતા દવાખાનાના વહીવટકર્તાઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.
     પાવી જેતપુર પંથકમાં આવેલ જબુગામ દવાખાનાનું દિપક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે તે દવાખાનામાં મહિલાઓની સુરક્ષિત પ્રસુતિ કરાવવામાં આવે છે જેની ખ્યાતિ ફક્ત છોટાઉદેપુર જિલ્લામાં જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લા તેમજ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલી હોય , જેથી રોજે રોજના સેંકડોની સંખ્યામાં મહિલા દર્દીઓ જબુગામ દવાખાનામાં આવે છે તેમજ તેની સાથે આવતા સગા સંબંધીઓ મળી રોજ હજારોની સંખ્યામાં જનતા ઉપસ્થિત રહે છે.
      એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ નો કહેર ચાલી રહ્યો છે ત્યારે પ્રસૂતિની પીડા થાય ત્યારે મહિલા દર્દીઓ ને સ્વભાવિક રીતે જબુગામ દવાખાનામાં લાવવા જ પડે છે , જેનાથી મોટી સંખ્યામાં જનતા જબુગામ દવાખાનામાં ભેગી થાય છે .જેને લઈને દિપક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ તમામ વહીવટ કર્તાઓ ખૂબ જ મૂંઝવણમાં આવી જતા હતા. એક તરફ  પ્રસૂતિ કરાવવી પણ જરૂરી છે અને બીજી તરફ કોરોનાવાયરસના કહેરથી બચવું એ પણ એટલું જ જરૂરી છે .આ સમસ્યાનું કંઈક નક્કર સમાધાન થાય એમ વહીવટકર્તા વિચારતા હતા ત્યારે બોડેલીના જનતા પરિવારના અલીમુદ્દીનભાઈએ જોતા જ દર્દીઓ તેમજ દિવસ-રાત સેવા આપતા દવાખાનાના સ્ટાફ કોરોનાવાયરસ થી સુરક્ષિત રહે તે હેતુ સેનેટાઈઝર મશીન જબુગામ દવાખાનામાં દાનમાં આપ્યું છે જે ખરેખર ખુબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.
     જબુગામ દવાખાનામાં સેનેટાઈઝર મશીન આપવામાં આવ્યું ત્યારે જબુગામના પૂર્વ સરપંચ રાજેન્દ્ર બાદશાહ , સામાજિક કાર્યકર અમજદ પઠાણ , દવાખાના તબીબો કમલેશભાઈ, તેજસભાઈ, દિપક ચેરીટેબલ ટ્રસ્ટમાં વહીવટકર્તા શ્વેતાબેન ઉપસ્થિત રહ્યા હતા.
     આમ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય પ્રદેશ મા પણ જબુગામ દવાખાનુ જાણીતું છે તેવા દવાખાનામાં રોજેરોજ સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહેતી જનતા માટે તેમજ દવાખાના સ્ટાફ માટે સેનેટાઈઝર મશીન બોડેલીના એક દાતા દ્વારા  કોરોનાવાયરસ ના કહેરથી  બચવા માટે દાનમાં આપવામાં આવ્યું છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

બોગસ ઉમેદવાર યાદી ફરતી કરવાના મામલે કોંગ્રેસે પંચ અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી

aapnugujarat

ઇવીએમ સાથે વીવીપેટના અમલ માટે કોંગ્રેસની માંગ

aapnugujarat

अंबाजी में १०८ कुंड श्री दश महाविद्या महादेवी महायज्ञ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1