Aapnu Gujarat
ગુજરાત

બોગસ ઉમેદવાર યાદી ફરતી કરવાના મામલે કોંગ્રેસે પંચ અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના ઉમેદવારોની અધિકૃત અને સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના લેટરપેડ પર ઉમેદવારોની બોગસ યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ફરતી કરવાના પ્રકરણમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આખરે રાજય ચૂંટણી પંચ અને શહેર પોલીસ કમિશનર સમક્ષ વિધિવત્‌ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બાલુભાઇ પટેલે લીગલ સેલના કન્વીનર નિકુંજ બલ્લર મારફતે આ ફરિયાદ દાખલ કરી ચૂંટણી પહેલાં આચારસંહિતાનો ભંગ કરી રાજયના નિર્દોષ મતદારો અને પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાના બદઇરાદાથી કોંગ્રેસના ઉમેદવારોની બોગસ યાદી ફરતી કરાઇ હોઇ કસૂરવારો સામે પગલાં લેવા ઉગ્ર માંગણી કરી હતી. કોંગ્રેસની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બાલુભાઇ પટેલે લીગલ સેલના કન્વીનર અને ગુજરાત હાઇકોર્ટના એડવોક્ેટ નિકુંજ બલ્લર મારફતે કરેલી ફરિયાદમાં રજૂઆત કરી હતી કે, ગઇકાલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની સત્તાવાર કે અધિકૃત યાદી જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસના લેટરપેડ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની બોગસ સહી સાથે ઉમેદવારોની બોગસ યાદી સોશ્યલ મીડિયામાં ફરતી કરી દેવાઇ હતી. પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે અને રાજયના નિર્દોષ નાગરિકો તેમ જ મતદારોને ગેરમાર્ગે દોરવાના બદઇરાદાથી કોંગ્રેસના ઉમેદવારોની આ બોગસ યાદી ફરતી કરવામાં આવી હતી. લીગલ સેલના કન્વીનર નિકુંજ બલ્લરે માંગણી કરી હતી કે, એક તો કોંગ્રેસપક્ષના લેટરપેડનો ખોટો દૂરપયોગ થયો છે, બીજુ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની બોગસ અને બનાવટી સહી કરવામાં આવી છે કે જે દેખીતી રીતે જ ખબર પડી જાય છે કે, બોગસ સહી છે કારણ કે, આ સહી ભરતસિંહ સોલંકીની અસલ સહીથી અલગ તરી આવે છે. આમ, ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી રાજયના લાખો નિર્દોષ મતદારોને ગેરમાર્ગે દોરવા, ભ્રમિત કરવા અને કોંગ્રેસ તરફી લોકજુવાળમાંથી અન્યત્ર વાળવાના બદઇરાદા સાથે કોંગ્રેસના ઉમેદવારોની આ બોગસ યાદી ફરતી કરાઇ છે. આ ખૂબ જ ગંભીર મામલો છે અને તેથી સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવારો હોય તેઓની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને તેઓની વિરૂદ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસની ચૂંટણી પંચમાં આ ફરિયાદને પગલે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.

Related posts

हिम्मतनगर में गर्भावस्था परीक्षण करता डॉक्टर गिरफ्तार हुआ

aapnugujarat

ગુજરાતમાં માવઠાની આગાહી, આગામી પાંચ દિવસ વરસાદની વકી

aapnugujarat

તલોદની ખારી નદીમાં પુર

editor

Leave a Comment

UA-96247877-1