Aapnu Gujarat
Uncategorized

ભદ્રવાડી ગામે શ્રી ભગવાન રામ મંદિરનું ખાર્તમુહૂર્ત સાથે ભુમી પુજન કરવામાં આવ્યું…

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે શ્રી ભગવાન રામ કે જેઓની જન્મભુમિ એટલે કે અયોધ્યા કે જ્યાં ભગવાન રામ નું ભવ્ય થી ભવ્ય મંદિરનુ નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે તે અનુસાર કાંકરેજ તાલુકાનાં ભદ્રવાડી ગામ કે જ્યાં ગામનાં વડીલો નું એક સપનું હતું કે શ્રી ભગવાન રામ નું એક મંદિર આપણા ગામ પણ હોય ત્યારે વડીલો ની સાથે દરેક ગ્રામજનોની ઇચ્છા પુર્ણ સાથે આજે ભદ્રવાડી ગામમાં પણ રામજી મંદિર નું નિર્માણ થવા જઇ રહ્યું છે

ત્યારે આજરોજ શ્રી રામ મંદિરનું ખાર્તમુહૂર્ત અને ભુમીપુજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રામજી મંદિરનાં નિર્માણ માં દરેક સમાજનું મોટું યોગદાન રહેલું છે ત્યારે ઉપસ્થિત મહાનુભાવો (કાંન્તીજી જાલેરા સરપંચ, ડી.ડી.જાલેરા સામાજીક અગ્રણી, ફખરૂદીન ઉકાણી માજી ડે-સરપંચ, દિલુભા વાઘેલા, કે.બી.શાહ, મનુભાઇ પુરોહિત, રામાભાઇ સુથાર, મુરતુજાભાઇ ઉકાણી, ધારશીભાઇ જાલેરા મા.સરપંચ, ગોપાલભાઇ જોષી આચાર્ય પ્રા. શાળા, જીતુભાઇ શાહ, રામાભાઇ નાઇ, ટીનુભા વાઘેલા, સલાભાઇ રાવળ, લતિફભાઇ ફકીર, તેમજ દરેક સમાજના આગેવાનો અને વડીલો યુવાન મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને રામ મંદિરનું ખાત મુહુર્ત સાથે ભુમિ પુંજન કરવામાં આવ્યું હતું..

(તસ્વીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

અમદાવાદમાં લૂંટેરો વરરાજાે સક્રિય, ૪.૫૦ લાખ પડાવ્યા

editor

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ૧૭૨મો પાટોત્સવ ઉજવાયો

editor

પતિ એ સાચા અર્થમાં વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી કરી સાર્થક

editor

Leave a Comment

UA-96247877-1