Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં લૂંટેરો વરરાજાે સક્રિય, ૪.૫૦ લાખ પડાવ્યા

મોટાભાગે અત્યાર સુધી આપણે લૂટરી દુલ્હનના કિસ્સા સાંભળતા આવ્યા છીએ. લગ્ન પછી થોડા સમયમાં આવી દુલ્હન મોકો મળતા ઘરમાંથી હાથ સાફ કરીને ફરાર થઈ જતી હોય છે. પરંતુ હવે અમદાવાદમાં સામે આવેલા લૂટેરા વરરાજના કિસ્સાએ પોલીસ અને તમામને ચોંકાવ્યા છે. સામાન્ય રીતે લૂંટેરી દુલ્હન લગ્ન કર્યા બાદ થોડા દિવસોમાં ઘરમાંથી દાગીના અને રૂપિયા લઈને જતી રહી હોવાની અનેક ફરિયાદ દાખલ થઈ છે. જાે કે સેટેલાઈટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ પહેલા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા લઈ છૂમંતર થઈ ગયો. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના અગાઉના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે સેટેલાઈટ ખાતે વર્ષ ૨૦૦૮થી પીજીમાં રહેવા માટે આવી હતી. અને ઘરકામ કરીને ગુજરાત ચલાવતી હતી. જાેકે આ દરમિયાન તેનો સંપર્ક પ્રભજાેત સિંઘ સાથે થયો હતો. ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આરોપી પ્રભજાેત સિંઘ એ મહિલાને પોતે કુવારો હોવાંનુ જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી. જાે કે મહિલાએ તેંનો ભૂતકાળ આરોપીને જણાવ્યો હતો. જાેકે બંને લગ્ન કરવા માટે સહમત થતા જૂન ૨૦૧૫માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને ગયો હતો અને પીજીમાં રાખતો હતો. જાે કે મહિલાએ તેને ઘરમાં લઈ જવા માટેની જીદ કરતા આરોપીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાએ તેની બચતના રૂપિયા ૩૫ હજાર આપતા તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. જ્યાં દોઢેક માસ જેટલો સમય તેઓ રહ્યા હતા પરંતુ આરોપી મહિલા ને ઘર ખર્ચના રૂપિયા આપતો ન હતો. એટલું જ નહીં મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો જાે મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ પણ કરતો હતો અને મહિલાને છોડી દેવાની ધમકી આપતો હતો. આરોપી તેના વતન પંજાબમાં રૂપિયાની જરૂર હોવાનું કહીને મહિલાને મદદ કરવા માટે જણાવતા મહિલાએ તેના દાગીના ગીરવે મૂકીને રૂપિયા ચાર લાખ આપતા આરોપી તે લઈને જતો રહ્યો હતો. બાદમાં પરતના ફરતા મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરવી હતી. મહિલાને જાણ થઈ હતી કે તેનો પતિ પંકજ પોતાની સાથે લગ્ન સંબંધે બંધાયેલો હોવા છતાં જલંધરમાં કોઈ યુવતી સાથે લીવ ઈનમાં રહે છે અને બંને લગ્ન કરી રહ્યા છે.

Related posts

પરિણિતી ચોપડા અને સુરજ એક સાથે કામ કરવા તૈયાર

aapnugujarat

बीजेपी ने ही गुजरात को कर्फ्युमुक्त बनाया : शाह

aapnugujarat

ઇન્દ્રનીલને કોંગ્રેસમાં સામેલ કરવા ચક્રો ગતિમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1