Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર કોલેજ ના એન. એસ. એસ. યુનિટ દ્વારા ઈંટવાળામાં મફત નેત્ર નિદાન તેમજ દંત નિદાન કેમ્પ યોજાયો.

પાવીજેતપુર mc રાઠવા આર્ટ્સ કોલેજ ના એન.એસ.એસ. યુનિટના બાળકો દ્વારા ઇંટવાડા માં મફત નેત્ર નિદાન કેમ્પ,ચશ્મા શિબિર તથા મફત દંત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૫ થી વધારે લોકોએ લાભ લીધો હતો.
પાવીજેતપુર વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ યુનિટનાં પ્રોગ્રામ ઓફીસર પ્રોફેસર ટેલર સાહેબના જણાવ્યા મુજબ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ બાળકો સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે, બાળકોમાં સમાજ પ્રત્યે લાગણી થાય સેવાભાવી કામ કરતા થાય તે હેતુસર એન.એસ.એસ યુનિટ ના વિદ્યાર્થીઓ દ્વારા પાવી જેતપુર નજીક ઈટવાડા ગામે મફત નેત્ર નિદાન કેમ્પ, ચશ્મા શીબિર તથા મફત દંત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યાં ૭૫ થી વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આમ પાવીજેતપુર કોલેજના એન એસ એસ યુનિટ દ્વારા ઇંટવાડા મુકામે મફત નેત્ર નિદાન કેમ્પ તેમજ મફત દંત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ઇમરાન સિંધી..પાવી જેતપુર

Related posts

વેરાવળનાં ટાવર ચોકમાં પાર્ક કરેલી કારમાં કોબ્રા ઘુસી જતાં ભારે ઉત્તેજના

aapnugujarat

કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાએ કર્યું સરેન્ડર

aapnugujarat

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

Leave a Comment

UA-96247877-1