Aapnu Gujarat
Uncategorized

વેરાવળનાં ટાવર ચોકમાં પાર્ક કરેલી કારમાં કોબ્રા ઘુસી જતાં ભારે ઉત્તેજના

ઉનાળો માનવી સાથે સરીસૃપ જીવો સાપ વગેરેને પણ અકળાવી રહ્યો છે. વેરાવળના ટાવર ચોકમાં પાર્ક કરેલી જીપકારમાં કોબ્રા સાપ ઘુસી ગયો હતો. સ્નેક કેચરે કોબ્રાને પકડી બરણીમાં પુરી સલામત સ્થળે ખસેડ્યો હતો. હાલ સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને પ્રથમ વખત દરિયા કિનારા વિસ્તારોમાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે ત્યારે આકરી ગરમીથી બચવા, સરીસૃપ જીવ એક કોબ્રા સાપ વેરાવળમાં ટાવરચોક વિસ્તારમાં એક જીપ કારમાં ઘુસી ગયો હતો જેની જાણ કાર માલિકને થતાં હાલ પિત્રુનો ચૈત્ર માસ ચાલતો હોવાથી, કોબ્રા સાપને સલામત ખસેડવા માટે સર્પવીદ રાજુભાઈને બોલાવ્યા હતાં જેમણે કારનાં એન્જિનમાં ઘુસેલા કોબ્રા સાપને સલામત રીતે બહાર કાઢી એક બરણીમાં પુર્યો હતો. બાદમાં સલામત સ્થળે મુક્ત કર્યો હતો. જાહેર માર્ગ પર આકરા બપોરે સાપ નિકળતાં લોકોના ટોળાં એકઠાં થયા હતાં.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

चिदम्बरम २८ को राजकोट में व्यापारियों से बातचीत करेंगे

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ : જિલ્લાચૂંટણી અધિકારી અજય પ્રકાશ

aapnugujarat

ધોરાજીમાં બે દેવીપૂજક યુવતીઓ ચેકડેમમાં પડતાં મોતને ભેટી

editor

Leave a Comment

UA-96247877-1