Aapnu Gujarat
Uncategorized

કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાએ કર્યું સરેન્ડર

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડબલ મર્ડર કેસમાં કસુરવાર ઠેરવાયા પછી તેને આજીવન કેદની સજા સુણાવવામાં આવી હતી. જો કે ભીમા દુલાએ સરેન્ડર થવા માટે એક મહિનાની મહોલત માંગી હતી. દરમિયાન આજે ભીમા દુલાએ પોરબંદર કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.પોરબંદરના કુખ્યાત ગેંગ લીડરને કોર્ટે ૧૫મી ડિસેમ્બર સુધીની સમય મર્યાદા આપી હતી. જો ત્યાં સુધીમાં તે સરેન્ડર ન કરે તો તેની ધરપકડ કરવામાં આવશે તેમ સૂચવવામાં આવ્યું હતું. આજે શુક્રવારે ૧૫ ડિસેમ્બરે મુદત પૂર્ણ થતાં ભીમા દુલાએ પોરબંદર કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.ઉલ્લેખનિય છે કે પોરબંદરના આદિત્યાણા ગામે સંધિ પિતા પુત્રના ચકચારી ડબલ મર્ડર હત્યા કેસમાં હાઈકોર્ટે આજીવન કેદની સજા આપી હતી. ભીમાદુલાએ સરેન્ડર કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. કોર્ટે એક માસનો સમય આપ્યો હતો. એક માસની મુદત ૧૫ ડિસેમ્બરે પૂર્ણ થતી હોવાથી ભીમમા દુલાએ પોરબંદર કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.ભીમા દુલા પર અનેક ગુન્હા નોંધાયેલા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભીમા દુલાના પુત્ર લખમણ ભીમાએ ભાજપમાંથી કુતિયાણા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

Related posts

सुशांत सुसाइड मामले में महेश भट्ट से हुई पूछताछ

editor

રાજ્યમાં ‘મિનિ-લોકડાઉન’ એક સપ્તાહ લંબાવાયું ઃ ૧૮ મે સુધી રાત્રિ કફ્ર્યૂ

editor

ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વીજ હેલ્પરોની ખાલી જગ્યા ભરવા માટે વીજ એપ્રેન્ટીસોનું સંમેલન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1