Aapnu Gujarat
રાષ્ટ્રીય

રક્ષા અને ગૃહ મંત્રાલયનો ખુલાસો, ‘શહીદ’ જેવો કોઇ શબ્દ અમારા શબ્દકોષમાં નથી

સેના અથવા પોલીસનાં શબ્દકોષમાં ‘માર્ટર’ અથવા ‘શહીદ’ જેવો કોઇ શબ્દ છે જ નહી અને તેના સ્થાને કાર્યવાહી દરમિયાન માર્યા ગયેલ એક સૈનિક કે પોલીસકર્મી માટે ક્રમશઃ ‘ટેબલ કૈઝુઅલ્ટી’ કે ‘ઓપરેશન કૈઝુઅલ્ટી’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સૂચના આયોગને આ જાણકારી આપી છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ સુચનાનાં અધિકાર (આરટીઆઇ) અંતર્ગત એક અરજી આવી, જેમા જાણકારી માંગવામાં આવી હતી કે, કાયદો અને સંવિધાન અનુસાર ‘શહિદ’ (માર્ટર) શબ્દનો અર્થ અને વ્યાપક પરિભાષા શું છે?
આ આરટીઆઇ આવેદનમાં તેના ઉપયોગ પર લગામ લગાવવા માટે કાયદાકીય પ્રવધાન તથા ઉલ્લંઘન પર સજાની પણ માંગ કરવામાં આવી હતી. આ આવેદન ગૃહ અને રક્ષા મંત્રાલયમાં અલગ-અલગ અધિકારી સમક્ષ આવી હતી. પરંતુ જ્યારે આવેદનકર્તાએ સંતોષકારક પ્રતિક્રિયા ન મળતા તેમણે સીઆઇસી સાથે સંપર્ક કર્યો હતો, જે સુચનાનાં અધિકાર અધિનિયમ અંતર્ગત ઉચ્ચ કોટીની અપીલનો અધિકાર છે.સૂચના આયુક્ત યશોવર્ધન આઝાદે કહ્યું કે, રક્ષા અને ગૃહ મંત્રાલયે ‘પ્રતિવાદી’ આ દરમિયાન હાજર હતા અને તેમને પણ સાંભળવામાં આવ્યા હતાં. આઝાદે કહ્યું,”રક્ષા મંત્રાલય તરફથી હાજર થયેલ અધિકારીએ જણાવ્યું કે, તેમના મંત્રાલયમાં ‘શહિદ’ અને ‘માર્ટર’ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવતો. તેના સ્થાને ‘બેંટલ કૈઝુઅલ્ટી’નો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબ પર તેમણે કહ્યું કે, ‘બૈટલ કૈઝુઅલ્ટી’ અને ‘ઓપરેશન્સ કૈઝુઅલ્ટી’ના મામલામાં ઘોષણા કરવાનાં નિર્ણય, બંન્ને મામલામાં કોર્ટ ઓફ ઇંક્વાયરીની રિપોર્ટ આવ્યા બાદ લેવામાં આવે છે”.

Related posts

કોંગ્રેસ-ટીડીપી પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી : ગડકરી

aapnugujarat

ટ્રેનના એસી ડબ્બામાં રેલવે બ્લેન્કેટ નહીં આપે

aapnugujarat

એરસેલ-મેક્સિસ ડિલમાં કાર્તિ ચિદમ્બરમની સંપત્તિ જપ્ત થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1