Aapnu Gujarat
ગુજરાત

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ રાત્રિ સભાઓ કરવામાં આવશે

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વર્ષ-૨૦૨૦ દરમ્યાન જે વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાના કેસો નોંધાયેલ હોય તેમજ અર્બન વિસ્તાર, પેરીફેરી વિસ્તારમાં જનજાગૃતિ માટે રાત્રિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું જેના આયોજન માટે અમદાવાદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તાલુકા સુપરવાઇઝર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઇઝરોની બેઠક મળી હતી. વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ ગામોમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રિ સભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો નિદાન સારવાર સહિતની માહિતી આપવામાં આવનાર છે. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ફરજના સમય દરમ્યાન જનજાગૃતિ કરીને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ દિવસ દરમ્યાન અનેક લોકો કામ ધંધા અર્થે બહાર ગયેલા હોવાથી તેઓ વંચિત રહી જાય છે જેથી રાત્રિ દરમ્યાન મોટાભાગના લોકો ઘરે હોય અને મહત્તમ લોકો સુધી વાહકજન્ય રોગ નિયંત્રણની સચોટ માહીતી પહોચાડી શકાય તે માટે અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ રાત્રિ સભાઓનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મેલેરીયા નાબુદી અને ડેન્ગ્યુ કન્ટ્રોલ પર ખાસ ભાર મુકવામાં આવશે. રાત્રિ સભામાં મેલેરીયા થવાના કારણો, મેલેરીયાથી બચવાના ઉપાયો, મેલેરીયાનું નિદાન તથા સારવાર, પોરા નિદર્શન, ૧૦૪ ફિવર હેલ્પ લાઇન સહિતની સચોટ માહિતી પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત મેલેરીયા કેવી રીતે ફેલાય છે, મચ્છરનું જીવન ચક્ર, કેવી રીતે લોકો મેલેરિયાથી બચી શકે તે માટેના ઉપાયો દર્શાવતી ફિલ્મોનુ પઢ રાત્રી સભામાં આયોજન કરાયું છે. રાત્રિ સભાઓમાં જીલ્લા ટીમ, તાલુકા ટીમ, મેડીકલ ઓફિસર, સુપરવાઇઝર, મપહેવ, આશા સહિતના લોકો ઉપસ્થિત રહેશે અને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જનજાગૃતિ કરશે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામેની અરજી ખેંચાઈ

aapnugujarat

નરેશભાઈની સલાહ અમે માનીને આગળ વધીએ છીએ : Hardik Patel

aapnugujarat

ભાવનગરમાંથી પિસ્ટલ-કાર્ટીસ સાથે ત્રણ ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1