Aapnu Gujarat
ગુજરાત

૯ જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૯ મી જાન્યુઆરી, ૨૦૨૦ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૦ યોજાશે જેમાં વિવિધ ૧૫ દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના ૫૦ અને ભારતના વિવિધ ૮ રાજ્યોના ૩૯ સહિત કુલ- ૮૯ પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે રાજપીપળા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડૅા. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબે અને માંડોત, ગુજરાત પ્રવાસન નિગમના ઇવેન્ટ મેનેજર તુષાર ગૌર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેવડીયાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં ઉપરોકત માહિતી પૂરી પડાઇ હતી.
બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર મનોજ કોઠારીએ સમગ્ર કાર્યક્રમ સુઆયોજિત રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે જુદા જુદા અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સુક્ષ્માતિસુક્ષ્મ બાબતોની પૂરતી કાળજી રાખીને જે તે જવાબદારીઓ સુપેરે નિભાવી આ ઉજવણીને સફળ બનાવવા ટીમ નર્મદાને ખાસ અનુરોધ કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સેનવા રાવત સમાજનો સત્કાર સમારંભ યોજાયો

aapnugujarat

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં ઘટાડો

editor

હાર્દિક પટેલના વલણથી ખુબ દુખ તેમજ ક્ષોભની લાગણી છેઃ કચ્છી કડવા સમાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1