Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે એક્વાપોઈન્ટ સંસ્થાએ પાણીના એટીએમ મૂક્યાં

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને પાણી પીવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા થઇ રહી છે. હાલ વડોદરાની એક સંસ્થા દ્વાારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં મફતમાં પાણી આપવામાં આવી રહ્યું છે.
વડોદરાની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા પ્રવાસીઓને પીવા માટે પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી છ વોટર એટીએમ મુકવામાં આવ્યાં છે જેથી કોઇપણ વ્યક્તિ પોતાની બોટલ કે પાણી ભરવાનાં વાસણમાં પાણી લઇ શકે અને તે પણ વિનામૂલ્યે છે. પ્લાસ્ટિકની બોટલો પણ મુકવામાં આવી છે. જો કોઇ પ્રવાસીને સંસ્થાની બોટલમાં પાણી જોઇએ તો તેમને તે માટે ૫૦ રૂપિયા ચુકવવાનાં રહેશે. સરકાર દ્વારા વડોદરાની આ સંસ્થાને હાલ માં ટ્રાયલબેઝ કામ સોંપાયુ છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા હાલ આ સંસ્થા છ ટેમ્પામાં મશીનો મૂકી પ્રવાસીઓને મફત પાણી વિતરણ કરી રહી છે. સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોગોવાળી બોટલો પણ વેચે છે
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

મહેફિલ માણતાં ઝડપાયેલાં પીએસઆઈ સસ્પેન્ડ

aapnugujarat

વડોદરામાં જીએસટી ચોરી કરનાર મોબાઇલ શોરૂમના માલિકની ધરપકડ

aapnugujarat

Mafia turned Politician: Atiq Ahmad shifted to Ahmedabad jail

aapnugujarat

Leave a Comment

UA-96247877-1