Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લંડનમાં વધુ એક આતંકી હુમલોઃ એક મોત

ઇસ્લામિક આતંકીઓના ટાર્ગેટ પર ફરી એકવાર લંડન શહેરનો જ નંબર લાગ્યો છે. અહીં એક મસ્જિદ પાસે આજે વહેલી સવારે આતંકી હુમલો થયાના અહેવાલ મળ્યા છે. સોમવારે વહેલી સવારે શહેરની એક મસ્જિદ નજીક અજાણ્યા વાહને નમાઝ પઢવા જઈ રહેલા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને અડફેટે લીધા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. લંડનના ફિન્સબરી પાર્ક ખાતે આવેલી મસ્જિદમાં મુસ્લિમો રમઝાન હોવાથી નમાજ પઢવા જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધા હતા.આ ઘટનાને લંડન પોલીસે સેવિઅર હુમલાની શ્રેણીમાં મુક્યો છે. બ્રિટિશ ટેરરિસ્ટ એલર્ટ મુજબ તેનો મતલબ હુમલો આતંકી હુમલો હોવાની આશંકા સેવાઈ રહી છે. મેટ્રોપોલિટન પોલીસના અનુસાર મધ્યરાત્રિએ ૧૨ઃ૨૦ વાગ્યે તેમને ઇમર્જન્સી કોલ મળ્યા હતા.

Related posts

ऑस्ट्रेलिया के जंगलों की आग मल्लकूटा तक पहुंची

aapnugujarat

Protests over extradition bill in Hong Kong: Police fires tear gas and pepper spray

aapnugujarat

અમેરિકાએ કહ્યું, ઇરાન પર લગાવેલા ઓઇલ પ્રતિબંધોની અસર ચાબહાર પ્રોજેક્ટ પર નહીં થાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1