Aapnu Gujarat
રમતગમત

ભારત સામેની પ્રથમ બે વનડે મેચ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમનું એલાન

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે પાંચ મેચની વનડે સીરીઝની શરૂઆતી બે મેચ માટે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જુનની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે ૧-૧ થી ડ્રો રહેલી સીરીઝમાં ભાગ લેનારી કેરેબિયન ટીમ જ ભારત સામે સીરીઝની શરૂઆતી બંને મેચમાં રમવા ઉતરશે. ઝડપી બોલર શેનોન ગેબ્રિયલ અફઘાનિસ્તાન સામે ઈજા હોવાના કારણે હજુ પણ તે સંપૂર્ણપણે ફિટ થઈ શક્યા નથી તેના કારણે ટીમ માટે ઉપલબ્ધ રહેશે નહિ. વેસ્ટ ઇન્ડીઝ નવમી રેન્કિંગની ટીમ હોવાના કારણે રવિવારે જ સમાપ્ત થયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલીફાઈ કરી શકી નહોતી જયારે સપ્ટેમ્બર સુધી માત્ર ટોપ આઠ વનડે ટીમોને જ વર્લ્ડ કપ ૨૦૧૯ ના માટે ક્વોલીફાઈ કરવાની તક મળશે એવામાં કેરેબિયન ટીમ માટે ભારત સામે જીતવું જરૂરી છે.
વેસ્ટ ઇન્ડીઝને અફઘાનિસ્તાન સામેની સીરીઝ ડ્રો હોવાના કારણે કોઈ ફાયદો મળી શક્યો નહોતો.ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની લંડનમાં ફાઈનલ રમ્યા બાદ સીધી વેસ્ટ ઇન્ડીઝ પહોચશે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝના વચ્ચે શુક્રવારે પ્રથમ વનડે ૨૩ જુનના રોજ ક્વીન્સ પાક ઓવલમાં રમાશે.
ભારતે તેમ છતાં પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે જેમાં મુખ્ય રૂપથી ઓપનર બેટ્‌સમેન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.વેસ્ટ ઇન્ડીઝ ટીમ આ પ્રકારે છે : જેસન હોલ્ડર (કેપ્ટન), દેવેન્દ્ર બિશૂ, જોનાથન કાર્ટર, રોસ્ટન ચેજ, મિગુએલ, શાઈ હોપ (વિકેટકીપર), અલ્ઝારી જોસેફ, એવિન લુઇસ, જેસન મોહમ્મદ, એશ્લે નર્સ, કેરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, કેસરિક વિલિયમ્સ.

Related posts

વન-ડે રેન્કિંગમાં બાબર આઝમ ટોચના સ્થાને પહોંચ્યો

editor

બેનક્રોફ્ટે વોર્નર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બોલ સાથે ચેડાં કરવા ઉશ્કેર્યો હતો’

aapnugujarat

2020 विश्व कप से पहले अच्छी टीम चाहते हैं हम : कप्तान विराट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1