Aapnu Gujarat
મનોરંજન

ટ્યૂબલાઈટ સલમાન ખાનની સૌથી ટૂંકી ફિલ્મ હશે

સલમાન ખાનની આવનારી ફિલ્મ ટ્યૂબલાઈટ તેની અત્યાર સુધીની સૌથી ઓછા સમયની ફિલ્મ બની શકે છે. પહેલા આ ફિલ્મ દર્શાવવાનો સમયગાળો ૨.૩૫ કલાક રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે એવું નહીં થાય. હવે ફિલ્મને ટૂંકી કરીને ફિલ્મ દર્શાવવાનો સમયગાળો ૨.૧૬ કલાકનો કરવામાં આવ્યો છે.મળેલા સૂત્ર પ્રમાણે, કબીર ખાનની ફિલ્મો મોટેભાગે બે કલાકથી લાંબી જ હોય છે અને મલ્ટિપ્લેક્સનાં ઑડિયન્સનાં હિસાબથી બને છે. તેમની છેલ્લી ફિલ્મ બજરંગી ભાઈજાન લગભગ ત્રણ કલાકની હતી, અને તો પણ બહું સારી ચાલી હતી.ટ્યૂબલાઈટને એડિટ અને રીએડિટ કર્યા પછી ૨.૩૫ કલાક કરવામાં આવી હતી. પરંતુ ટીમે ફિલ્મનાં રિલીઝના એક અઠવાડિયા પહેલા જ એ નિર્ણય લીધો છે કે ફિલ્મ ૨.૧૬ કલાકની જ રાખવી.જો આ વાત સાચી નીકળી, તો આ સલમાનની અત્યાર સુધીની સૌથી ટૂંકી ફિલ્મ બની રહેશે. સલમાનની છેલ્લી ફિલ્મ સુલતાન ૨.૫૦ કલાક લાંબી હતી. તેના પહેલાની બજરંગી ભાઈજાન ૨.૪૩ કલાક લાંબી ફિલ્મ હતી અને પ્રેમ રતન ધન પાયો ૩.૪ કલાક લાંબી ફિલ્મ હતી.

Related posts

ડોન ૩માં રણવીર સાથે દીપિકા પાદુકોણ જોડી જમાવી શકે…

aapnugujarat

मजाक का आदी बन चुका हूं : अर्जुन

aapnugujarat

તૌકતેની તારાજી બાદ ડાન્સનો વીડિયો મુકનાર દીપિકા ટ્રોલ થઇ

editor

Leave a Comment

UA-96247877-1