Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતના મંગળયાનને ૧૦૦૦ દિવસ થયા

સમગ્ર વિશ્વમાં વખણાયેલા દેશના મહત્વાકાંક્ષી મંગળ મિશનને આજે ૧૦૦૦ દિવસ પૂરા થયા છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ જણાવ્યું હતું કે મંગળયાને તેની ભ્રમણ કક્ષામાં આજે ૧૦૦૦ દિવસ પૂરા કર્યા છે જે તેના નિર્માણ વખતે નક્કી કરાયેલા દિવસો કરતાં અનેક ગણા વધારે છે.પૃથ્વી પર ગણવામાં આવતા ૨૪ કલાકના દિવસ મુજબ આ એક હજાર દિવસ ગણવામાં આવે છે, જ્યારે મંગળના દિવસ-રાતની ગણતરી મુજબ ૯૭૩.૨૪ માર્સ સોલ્સ કહેવામાં આવે છે. મંગળયાને અત્યાર સુધીમાં મંગળના ૩૮૮ ફેરા કર્યા છે. મતલબ કે તેણે ભ્રમણ કક્ષાના ૩૮૮ ચક્કર લગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે મંગળયાન મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું હતું. જ્યારે તેને પૃથ્વી પરથી પાંચ નવેમ્બર ૨૦૧૩ના રોજ છોડવામાં આવ્યું હતું.
મંગળયાન પાસે વધારાનું પર્યાપ્ત બળતણ હોવાના કારણે માર્ચ ૨૦૧૫માં જ ઇસરોએ એવી જાહેરાત કરી હતી કે મંગળયાનની લાઇફ છ મહિના લંબાશે. જ્યારે જૂન ૨૦૧૫માં ઇસરોના ચેરમેન એ. એસ. કિરણ કુમારે એવી જાહેરાત કરી હતી કે મંગળયાનમાં હજી બહુ લાંબો સમય ચાલે તેટલું બળતણ મોજૂદ છે.મંગળયાન સમગ્ર વિશ્વમાં વખણાવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેની કુલ પ્રોજેક્ટ કોસ્ટ માત્ર રૂ.૪૫૦ કરોડ હતી. જ્યારે વર્ષ ૨૦૧૫માં મંગળ ગ્રહ પર બનેલી હોલીવૂડની ફિલ્મ ૬૯૦ કરોડ રૂપિયામાં બની હતી. એ ઉપરાંત પ્રથમ પ્રયાસમાં જ મંગળ સુધી માનવનિર્મિત યાન પહોંચાડવામાં પણ ભારત એકમાત્ર એવો દેશ છે જેને સફળતા મળી હતી.

Related posts

किसान आंदोलन : हार्दिक के बाद सिंधिया हिरासत में

aapnugujarat

મુંબઈ-આગ્રા હાઈવે પર અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતા ૧૨નાં મોત

aapnugujarat

ચૂંટણી વેળા રાહુલ જનોઇધારી હિન્દુ હોવા ઢોંગ કરે છે : યોગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1