Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયન વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકાશે

ઓસ્ટ્રેલિયા સરકારે એવી જાહેરાત કરી છે કે ભારતીય નાગરિકો પહેલી જુલાઈથી ટુરિસ્ટ વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે. ઓસ્ટ્રેલિયાના સરકારના સંબંધિત વિભાગના સહાયક મંત્રી એલેક્સ હોકે જણાવ્યું કે ટુરિસ્ટ વિઝા મેળવવા માટે હવે ભારતીયોને ખૂબ જ સરળતા રહેશે કારણ કે તેના માટે તેમણે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું કે ભારતીય પ્રવાસીઓમાં ઓસ્ટ્રેલિયા એક ટુરિસ્ટ પ્લેસ તરીકે પોપ્યૂલર બન્યું છે અને ભારતીયોમાં ઓસ્ટ્રેલિયન વિઝાની માગમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં પ્રથમ ચાર મહિનામાં જ ઓસ્ટ્રેલિયાએ ૬૫૦૦૦થી વધુ ભારતીયોને ટુરિસ્ટ વિઝા આપ્યા છે.હોકે કહ્યું હતું, ટુરિસ્ટ વિઝા માટે અરજી કરનારા માટે ઓનલાઈન પદ્ધતિ એક સહુલિયત બની રહેશે, જેનાથી ભારતીય અરજદારોને ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ કે બિઝનેસ એક્ટિવિટી માટે ઉપરાંત પરિવાર તેમજ મિત્રોને મળવા ઈચ્છે છે તેમને સરળતા રહેશે.

Related posts

કેરળમાં ભાજપના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી હુમલો

aapnugujarat

નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે

aapnugujarat

मुंबई के पास भिवंडी में तीन मंजिला इमारत गीरी : एक मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1