Aapnu Gujarat
રમતગમત

બેનક્રોફ્ટે વોર્નર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બોલ સાથે ચેડાં કરવા ઉશ્કેર્યો હતો’

બોલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન કેમરુન બેનક્રોફ્ટની સજા પૂરી થવા આવી છે. આ સ્થિતિમાં તેણે કોઈને અપેક્ષા પણ નહોતો તેવો મોટો ખુલાસો કર્યો છે. બોલ ટેમ્પરિંગમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
બેનક્રોફ્ટે કહ્યું કે, ડેવિડ વોર્નરે કેપટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરવા માટે ઉશ્કેર્યો હતો. હું ટીમમાં મારી ઉપયોગિતા સાબિત કરવા માટે રાજી થઈ ગયો હતો. આ માટે હું પણ જવાબદાર છું કારણકે તે સમયે મને તે જ યોગ્ય લાગ્યું હતું. મારે આ ભૂલની મોટી કિંમત ચુકવવી પડી. મારી પાસે વિકલ્પ હતો અને મેં મોટી ભૂલ કરી.
બેનક્રોફ્ટે કહ્યું કે, જો હું વોર્નરની સલાહ ન માનત તો તેમને લાગત કે હુ ટીમના હિતના બદલે પોતાના હિતનું વિચારી રહ્યો છું.ગત સપ્તાહે બેનક્રોફ્ટે સ્વીકાર્યું હતું કે, તે આ રમતથી દૂર જતો રહ્યો હતો અને યોગ ટિચર બની ગયો હતો.

Related posts

मैंने WC फाइनल मे अंपायर को कभी ओवरथ्रो के 4 रन हटाने को नहीं कहा : स्टोक्स

aapnugujarat

टेस्ट क्रिकेट में पुजारा ने 6000 रन पूरे

editor

आईपीएल 2021 ऑक्शन : खिलाड़ियों की फाइनल लिस्ट से बाहर हुए श्रीसंत

editor

Leave a Comment

UA-96247877-1