Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાત મહિનાની ગર્ભવતીને રસ્તા વચ્ચે છોડીને ભાગ્યો ઓલા ડ્રાઈવર

રિક્ષા ડ્રાઈવરોની કચકચ અને તેમના ત્રાસથી બચવા માટે લોકોએ હવે કેબ સર્વિસની મદદ લેવાનું શરૂ તો કર્યું છે તેમ છતા પણ હજુ તેમની તકલીફો ઓછી તો નથી જ થઈ. તાજેતરમાં જ કેબ ડ્રાઈવરની હેરાનગતીનો ભોગ બનેલી એક મહિલાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ઓલા ડ્રાઈવરે એક ગર્ભવતી મહિલાને રસ્તા વચ્ચે, ચાલુ વરસાદમાં ઉતારી દીધી હતી.૨૪ વર્ષીય અરુણા પાટિલે જણાવ્યું કે તેના પતિએ તેના માટે બૂંદ ગાર્ડનથી મંજરીમાં તેનાં ઘર સુધીની કેબ બુક કરાવી હતી. બૂંદ ગાર્ડનથી એચડીએફસી બ્રાંચથી સફેદ મારૂતિ રિટ્‌ઝમાં ડ્રાઈવર વાસુએ તેમને બેસાડ્યા તો ખરા પણ કોરેગાંવ પોલીસ ચોકી પાસે જ ઉતરી જવા માટે કહ્યું. તેણે કહ્યું કે તેને બહું દૂર જવાનું છે તેથી તે તેને મૂકવા માટે આટલા દૂર સુધી નહીં આવી શકે.વાસુએ અરુણાને કેબ કેન્સલ કરાવવા માટે પણ કહ્યું. અરુણાએ તેને કહ્યું કે તે આવી હાલતમાં અને એ પણ વરસાદમાં કેવી રીતે ઘરે જશે? તેણે ડ્રાઈવરને ભાડા ઉપરનાં વધારાના પૈસા આપવા માટે પણ કહ્યું પણ તેણે અરુણાની એક વાત ના સાંભળી. ત્યારબાદ અરુણાનાં પતિએ તેને તે જગ્યાએ આવીને તેની ઑફિસ લઈ ગયો. તેમણે યરવદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસના એક પણ ફોનનો વાસુએ જવાબ ના આપ્યો.આખરે ઓલાને જાણ કરીને વાસુ પોલીસ સ્ટેશને તેના બંને દિકરાઓ સાથે પહોંચ્યો અને ત્યાં જઈને કૉર્પોરેટર સાથે પોતાના બહું સારા સંબંધો છે તેવી ધમકીઓ આપવા લાગ્યો. તેણે માફી માંગવાની પણ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. તે સમયે તેને આવતી કાલે સ્ટેટમેન્ટ આપવા માટે આવવાનું કહી પોલીસે તેને ત્યાંથી જવા માટે કહ્યું. પરંચુ હજી સુધી પોલીસ વાસુનો સંપર્ક કરી શકી નથી. ઓલા કંપનીએ જણાવ્યું કે તેમણે વાસુને નોકરી પરથી હટાવી દીધો છે. તેમના માટે ગ્રાહકોની સુરક્ષા સૌથી વદારે મહત્વ ધરાવે છે.

Related posts

૨૦૧૩માં મોદીનાં ઝંઝાવાતી પ્રચાર છતાં કર્ણાટકમાં ધાર્યુ પરિણામ મળ્યું ન હતું

aapnugujarat

કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું, હું ૧૦૦ ટકા હિન્દુ છું

aapnugujarat

कार्ति चिदंबरम से जोर बाग आवास खाली करने के लिए ED ने भेजा नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1