Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં ચારમાંથી એક દંપતીને લાગે છે બેવફાઇનો ડર

ાધુનિકતા વચ્ચે સામાજીક માળખામાં પણ મોટા પરિવર્તન આવી રહ્યા છે. તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે, ભારતમાં લગ્નજીવનમાં પણ અસુરક્ષાનું પ્રમાણ નોંધનીય રીતે વધી રહ્યું છે. જેમાં મોટાભાગના કપલ્સને તેમના સાથી પ્રત્યે બેવફાઇનો ડર લાગે છે. આ સર્વે થકી જાણવા મળ્યું કે ૪૫ ટકા ભારતીયો ગુપ્ત રીતે તેમના સાથીનો ફોન તપાસે છે અને ૫૫ ટકા આવુ પહેલા જ કરી ચૂક્યા છે.
હોટસ્ટાર આઉટ ફોર લવ નામના આ સર્વે મુજબ લગ્ન જીવનમાં વિશ્વાસઘાતનો સૌથી વધારે ડર ઉત્તર ભારત (૩૨ ટકા) અને પૂર્વ ભારત (૩૧ ટકા)માં છે, જ્યારે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આ ડરનું પ્રમાણ સરેરાશ ૨૧ ટકા છે.
આ દંપતીઓમાં આ પ્રકારનો શક સૌથી વધારે જયપુર, લખનૌ અને પટણામાં છે, જ્યારે બેંગ્લુરુ અને પૂણેમાં સૌથી ઓછો.
સર્વેમાં ભાગ લેનારા મુંબઇ અને દિલ્હીના દંપતીઓએ દાવો કર્યો છે કે, તેમણે સાથીની જાણ બહાર જ તેમનો ફોન ચેક કર્યો છે. આ બધામાં રસપ્રદ બાબત એ છે કે પ્રેમલગ્ન કરનારા જોડામાં ડરનું પ્રમાણ ૬૨ ટકા છે અને અરેન્જ મેરેજ કરનારાઓમાં આ ડરનું પ્રમાણ ૫૨ ટકા છે.રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે શક કરતી હોય છે અને પુરુષોની સરખામણીમાં વધારે મહિલાઓ તેમના જીવનસાથીનો ફોન ચેક કરે છે.
લાઇફ કોચ, ચિકિત્સક અને ક્વાન્ટમ મેડિસિન ડોક્ટર રેમન લામ્બા મુજબ આ થવા પાછળનું કારણ શારિરીક જરુરિયાતો કે વધારે પડતા લાગણીશીલ સંબંધો હોય છે. વિશ્વાસઘાત યોજના બનાવીને નથી કરવામાં આવતો.

Related posts

સુંદર, સુવિધાજનક મોડયુલર કિચન

aapnugujarat

દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો મળ્યાં નથી

aapnugujarat

લોકસભામાં ઝટકો લાગશે છતાં મોદી બનશે પ્રધાનમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1