Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉંદર મારવા માટે રેલવેએ દોઢ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો

મુંબઈમાં પાટા પર દોડતી ટ્રેનો માટે રેલવેએ એક જટિલ વ્યવસ્થા કરવી પડતી હોય છે. એક સિગ્નલ પ્રણાલીને ચલાવવા માટે હજારો તાર લગાવવાની જરૂર પડે છે. તેમાંથી જો એક પણ તાર ઠપ થઈ જાય તો બધા સિગ્નલ ઠપ થઈ જતા હોય છે અને રેલવે બંધ થતાની સાથે જ જાણે મુંબઈ પણ ઠપ થઈ જાય તેવું કહેવામાં જરા પણ અતિરેક નથી લાગતો.આ પ્રકારના મોટા ભાગના તાર તૂટવા પાછળનું કારણ ઉંદરો જ હોય છે. તેથી આ ઉંદરોનો ત્રાસ દૂર કરવા માટે રેલવેને રોડેંટ કંટ્રોલ કરવું પડે છે. જેના માટે પશ્ચિમ રેલવેએ છેલ્લા ત્રણ વર્ષમાં દોઢ કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો છે. અને ખાસ વાત તો એ છે કે આટલા બધા પૈસાની ધૂળ-ધાણી કર્યા પછી પણ ત્રણ વર્ષમાં રેલવે ફક્ત ૫,૪૫૭ ઉંદરને જ ઠેકાણે પાડી શકી છે.
ત્રણ વર્ષમાં પશ્ચિમ રેલવેએ રોડેંટ કંટ્રોલ માટે ૧,૫૨,૪૧,૬૮૯ રૂપિયા ખર્ચ્યા છે. જો આ ખર્ચાનું એક દિવસના હિસાબથી વિભાજન કરવામાં આવે તો દરરોજ સરેરાશ ૧૪,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. અને મહત્વની વાત તો એ છે કે દિવસના સરેરાશ ૧૪,૦૦૦ રૂપિયાનો ધુમાડો કર્યા પછી પણ ફક્ત પાંચ ઉંદરોને જ મારી શકાયા છે.પશ્ચિમિ રેલવે પાસેથી આ અંગેની જાણકારી આરટીઆઈ દ્વારા માગવામાં આવી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા રેલવેએ જણાવ્યું કે ટ્રેનોના કોચ અને યાર્ડમાં રોડેંટ કંટ્રોલ કરવાનું કામ થયું છે અને હાલમાં પણ થઈ રહ્યું છે. આ કામ કરવા માટે કોન્ટ્રાકટરોની નિમણૂક કરવામાં આવે છે.

Related posts

રાહુલ ગાંધીનો આરોપઃ પીએમ મોદીની ‘નમો’ એપનાં યૂઝર્સની ડેટા લીક કરાઈ છે

aapnugujarat

મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે ખતરનાક ચિત્ર ઉપસ્યું

aapnugujarat

મંદસૌરમાં રાહુલના દાવને ફ્લોપ કરવા શિવરાજસિંહ ચૌહાણ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1