Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે ખતરનાક ચિત્ર ઉપસ્યું

ભારે વરસાદ બાદ મુંબઇમાં સ્થિતીમાં હવે સુધારો થઇ રહ્યો છે. જો કે ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતી સર્જાયા બાદ હવે ખોફનાક ચિત્ર ઉપસી રહ્યુ છે. મંગવવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઘરે પહોંચી શક્યા ન હતા. કેટલાક લોકો લાપતા થઇ ગયા હતા. લાપતા થયેલા લોકોના પરિવારના સભ્યો તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ આફતના વરસાદમાં કોઇનુ કારમાં મોત થયુ હતુ. કોઇ લાપતા થઇ ગયા હતા. ભારે વરસાદ બાદ હજુ સુધી છ લોકોના મોત થઇ ચુક્યા છે અને સાત લોકો લાપતા થયેલા છે. જ્યારે મંગળવાર બાદથી ૧૧ લોકો લાપતા થયેલા છે. ભારે વરસાદના કારણે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. ૧૩ ઇંચથી વધુ વરસાદ થયા બાદ અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને હાથ ધરવા માટે શેરીઓમાં બીએમસીના ૩૦ હજાર કર્મચારીઓ લાગેલા છે. આશરે ૧૩ ઇંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે ૨૬ સ્થળો ઉપર વરસાદ ૧૦ ઇંચથી વધુ વરસાદ થયો હતો. મુંબઈમાં જનજીવન સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણેચાલી રહી છે. બીચ, જાહેર રસ્તાઓને સ્વચ્છ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. ૫૦૦૦ મેટ્રિકટન કચરાનો નિકાલ કરાયો છે. અન્ય કચરા અને કાદવ કિચડને દુર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. હિન્દમાતા, લોઅર પરેલ, મલાડ, બાન્દ્રા, કુર્લા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પાણી છે. અલબત્ત ગઇકાલની સરખામણીમાં સ્થિતીમાં સુધારો થયો છે. સેન્ટરલ, નોર્થ અને હાર્બર લાઇન પર ટ્રેનો મોડેથી દોડી રહી છે. કેટલીક જગ્યાએ ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે લોકોની તકલીફ વધી ગઇ છે . બાંદરા, પરેલ, વરલી, વડાલા, શાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. ભારે વરસાદ બાદ લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. હાઈએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી. બીએમસીના કર્મચારીઓ પંપનો ઉપયોગ કરીને પાણીનો નિકાલ કરી રહ્યા છે. બીએમસી તરફથી ઇમરજન્સી નંબર ૧૯૧૬ જારી કરવામાં આવ્યો છે.
સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સંબંધિત ક્ષેત્રોમાં જો જળબંબાકારની સ્થિતિ છે તો વિજ પુરવઠાને બંધ કરી દેવામાં આવે. મુંબઇમાં સ્થિતીને ઝડપથી સામાન્ય બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ સહિતના પ્રધાનો સ્થિતી પર નજર રાખી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાણિજ્ય પાટનગર મુંબઈમાં જનજીવન સામાન્ય બન્યું છે પરંતુ ભારે વરસાદ વચ્ચે ચેતવણીથી લઇને તંત્ર સાબદુ છે. મુખ્યમંત્રી, મુંબઈ મહાનગર પાલિકા અને હવામાન વિભાગની ચિંતા કર્યા વગર લોકો બહાર નિકળી રહ્યા છે. લોકલ ટ્રેન સેવા હજુ પણ અકબંધ રીતે જ ચાલુ રહી છે. જનજીવનને સામાન્ય બનાવવા યુદ્ધના ધોરણે પ્રયાસ ચાલી રહ્યા છે. મનપાના વડા અજોય મહેતાએ કહ્યું છે કે, ૩૦૦૦૦ કર્મચારીઓ દિનરાત લાગેલા છે. ૭૦૦૦ મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરી દેવાયો છે. તમામ વિસ્તારોમાંથી વહેલીતકે તમામ ગંદગીને દૂર કરી દેવાશે. રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. મેલેરિયા અને ડેન્ગ્યુ રોગચાળાનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે.

Related posts

चंद्रयान २ : हमें आज भारत और उसके वैज्ञानिकों पर गर्व है : भूटान पीएम

aapnugujarat

અમિત શાહે મુંબઈમાં લાલબાગચા રાજાનાં દર્શન કર્યા

aapnugujarat

પેગાસસ કેસ : સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટિસ

editor

Leave a Comment

UA-96247877-1