Aapnu Gujarat
ગુજરાત

OMG : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નળમાંથી આવતું પાણી પીવાલાયક નથી

માણસને પીવાનું શુદ્ધ પાણી મળવું એ પ્રાથમિક આવશ્યકતા છે. દેશનાં 20 રાજ્યોના પાટનગરમાં પાણી દુષિત થકી જાય છે અને પીવાલાયક પાણી નથી તેવું કેન્દ્રનાં એક સર્વે દરમિયાન કહેવામાં આવ્યું છે. જેમા રાજ્યનાં પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, દેશનાં પાટનગરોમાં નળથી આવતા પાણીની શુદ્ધતાને બાબતે ગાંધીનગર 10માં સ્થાને આવે છે. આમ, પાટનગર ગાંધીનગરમાં જ નળના પાણીની શુદ્ધતાને બાબતે એકદમ નાપાસ છે. ગાંધીનગરમાં આવી સ્થિતિ હોય તો રાજ્યનાં નાનામાં નાના ગામમાં કેવી સ્થિતિ હશે તે વિચારવું બાકી રહ્યું.

સૂત્રોના કહ્યા પ્રમાણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાર્ન્ડ્સ દ્વારા પાણીના કુલ 19 માપદંડોનાં સેમ્પલ આપવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં 19માંથી પાંચ સેમ્પલ અસફળ રહ્યાં છે. રાજ્યની રાજધાનીઓમાં પાણીનું માપદંડ ચકાસવામાં રેડિયોએક્ટિવ માપદંડની બાદબાકી કરવામાં આવી છે. બીજા વિવિધ પાટનગરો જેમ ગાંધીનગરમાંથી પણ નળના પાણીના 10 સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ, આ તમામ 10 સેમ્પલમાં ગાંધીનગર અસફળ ગયું છે. પાટનગરોમાં પાણીની ઓછી ગુણવત્તાને કેન્દ્ર સરકારે ચિંતાજનક ગણાવી છે.

આ બાબતે ગ્રાહક બાબતોનાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, ગાંધીનગર, ચંડીગઢ, ગુવાહાટી, બેંગાલુરૂ, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદુન, ચેન્નઈ, કોલકાતા સાથેના 13 પાટનગરોમાંથી લેવાલેયા પાણીના સેમ્પલ ઈન્ડયન સ્ટાન્ડર્ડની જરૂરિયાતોને અનુરૂપ હોતા નથી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પાણીની ગુણવત્તાના આધારે દેશના 21 પાટનગરોની જાહેર કરેલી યાદીમાં મુંબઈ ટોચ પર તથા દિલ્હી 21મા ક્રમે છે.

Related posts

નીતિન પટેલથી મુખ્યમંત્રી પદ ફરી વેંત છેટું રહી ગયું

editor

સાબરકાંઠા એસ.ઓ.જી.એ તમંચા અને કારતુસ સાથે શખ્સને ઝડપ્યો

aapnugujarat

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1