Aapnu Gujarat
બ્લોગ

ભારતના આ અનોખા મંદિરમાં પુરુષો જઈ શકતા નથી, ફક્ત સ્ત્રીઓ જ જઈ શકે છે

ભારતમાં કેટલીક એવી ધાર્મિક તથા પ્રાચીન જગ્યાઓ છે, જ્યાં યુવતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, તેમને મંદિર ની અંદર પ્રવેશવાની સંપૂર્ણ મનાઈ છે. પણ ઘણાં ઓછા લોકો જાણે છે કે ભારતમાં એવા ઘણાં મંદિર છે જ્યાં પુરુષોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે.

ભારતના આ મંદિરમાં પુરુષોને પ્રવેશવાની મનાઈ છે

• કેરલના અટ્ટુકલ મંદિરમાં યુવતીઓ જ પૂજા કરી શકે છે. અહીં પુરુષો જઈ શકતા નથી. પોંગલ તહેવારમાં અહીં 30 લાખ યુવતીઓએ હાજરી આપી. જેના લીધે આ મંદિર ગિનીસ બુકમાં શામેલ થઈ ગયું.

• ભગવતી માં મંદિર- કન્યાકુમારીમા સ્થતિ આ મંદિરમાં ભગવતીના કન્યા સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. આ મંદિરમાં પુરુષ પરિસર સુધી નથી જઈ શકતા. માત્ર ને માત્ર સંન્યાસી પુરુષ આ મંદિરમાં પ્રવેશી શકે છે.

• ત્ર્યંબકેશ્વર મંદિર, નાસિક- આ એક મદિરમાં સીમા પછી યુવતીઓને જવાની મંજૂરી નથી, પણ પુરુષ ચોક્કસ આગળ સુધી જઈ શકે છે. જ્યારે તે બૉમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો તો પુરુષોના પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવી.

• બ્રહ્મા મંદિર, પુષ્કર- 14 મી શતાબ્દીમાં બનાવામાં આવેલું આ બ્રહ્માનું આ મંદિર પરણિત પુરુષોને પ્રવેશ કરવાની અનુમતિ આપતું નથી. જો પુરુષ ત્યાં પ્રવેશે તો તેમના વિવાહિત જીવનમાં તકલીફ ઉત્પન્ન થઈ શકે છે. પણ કુંવારા પુરુષો આ મંદિરમાં જઈ શકે છે.

• સંતોષી માં મંદિર- સંતોષી માં નું વ્રત યુવતીઓ અને કુંવારી છોકરીઓ રાખે છે. આ સમયે ખાટી વસ્તુઓ ખાવાની અનુમતિ નથી. પુરુષો પણ સંતોષી માં ની પૂજા કરી શકે છે. પરંતુ શુક્રવારે કોઈ પણ સંતોષી માં ના મંદિરે જવું વર્જિત છે.

Related posts

એક અજાણ્યો કોલ

aapnugujarat

યુપી-બિહારમાં યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ

aapnugujarat

મોદી સરકારે શું કર્યું ? એમ પૂછો છો ને..!!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1