Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદીઓ સુધરી ગયા

છેલ્લા બે મહિમા ટ્રાફિકના નિયમ પાલનમાં સુધારો જોવા માટે મળ્યો છે. હવે શહેરના લોકો આ દિશામાં જાગૃત થયા છે. હવે લોકો સીટ બેલ્ટ લગાવવામાં અને હેલ્મેટ પહેરવામાં સહેજેય સંકોચ કરતા નથી. ઈ મેમોની સંખ્યામાં પણ ઘટાડો જોવા માટે મળ્યો છે.
વર્લ્ડ ડે ઓફ રીમેબરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ ડે પર સેન્ટર ફોર એન્વાયરમનેટ તરફથી સર્વે નહેરુનગર અને શિવરંજની જંકશન પર કરવામાં આવ્યો હતો. ૯૦ ટકા લોકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા હતા. આ રિપોર્ટ સીઈઈના વિભિન્ન પ્રોજેક્ટમાં કામ કરનારા વિદ્યાર્થીઓએ સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક સમય ફાળવીને તૈયાર કર્યો હતો.
ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું, નવા કાયદામાં સુધારા બાદ નિયમ પાલનમાં ૩૩ ટકાનો સુધારો થયો છે. પહેલા ટ્રાફિકના નિયમ પાલન ન કરનારા ૬૬૦૦ લોકોને ઈ મેમો મોકલવામાં આવતા હતા, આ સિવાય સ્પોટ પર પણ દંડની માંડવાળ કરીને સમાધાન શુલ્ક પાવતી આપવામાં આવતી હતી. નવા નિયમોમાં સુધારા બાદ ઈ મેમોની સંખ્યા ઘટીને ૨ હજાર થઇ ગઈ હતી. સ્પોટ ફાઈન મેમો પણ ઘટીને ૧૮૦૦ થઇ ગયા છે.

Related posts

કાસકી વાગાના લોકો ગંદકીથી ત્રાહિમામ

editor

દારૂની મહેફિલ : વિસ્મયનાં શરતી જામીન મંજુર

aapnugujarat

દિયોદરના દેલવાડા ગામે મહાદેવ મંદિર ખાતે યજ્ઞ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1