Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના દેલવાડા ગામે મહાદેવ મંદિર ખાતે યજ્ઞ યોજાયો

શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે સમગ્ર દિયોદર તાલુકામાં આવેલ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું જેમાં દિયોદર તાલુકાના દેલવાડા ગામે આવેલ વર્ષો જૂનું પ્રાચીન મંદિર ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આ મંદિર ખાતે ગ્રામજનો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનો ઇતિહાસ વર્ષો જુનો રહેલો છે જેમાં વર્ષોથી આ મંદિર ખાતે શિવલિંગની પૂજા અર્ચના થાય છે અને આ મંદિર ખાતે દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર રહે છે. આ યજ્ઞમાં ગામના આગેવાન બળદેવ જોશી, જયંતી જોષી, બાબુ જોષી, મોહન જોશી, કનુ જોશી, નબુભાઈ જોશી, વિષ્ણુ જોશી વગેરે ગ્રામજનો હાજર રહ્યા હતા

(તસવીર / અહેવાલ : રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

અમિત શાહ ચૂંટણીને લઇને તમામ સાથે સીધો સંવાદ કરવા સુસજ્જ

aapnugujarat

૪ વર્ષમાં ૧૪ કરોડનાં ડસ્ટબિન લોકોને અપાયા

aapnugujarat

ગુજરાત વિધાનસભાની અંદાજે રૂ.૧૨૦ કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થશે : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1