Aapnu Gujarat
ગુજરાત

દિયોદર ખાતે નવીન કોર્ટના બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથક ખાતે ૧૧ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ નવીન કોર્ટના નવા બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ અને બનાસકાંઠા જીલ્લા એડમિનિસ્ટ્રેટીવ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયના વરદ હસ્તે અને પાલનપુર કોર્ટના પ્રિન્સિપલ જજ વિક્રમસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ લોકાર્પણમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ નાની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પધારેલ મહેમાનોને દિયોદર બાર એસોસિયેશન દ્વારા ફુલદસ્તો, માતાજીની મૂર્તિ અને શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય દ્વારા શાબ્દિક પ્રવચન પણ રજૂ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટેના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય હસ્તક રિબિન કાપી, શ્રીફળ વધેરી નવીન કોર્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. અદ્યતન સુવિધાથી ઉપલબ્ધ થયેલ નવીન કોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે એડીશનલ જજ જે.એન.ઠક્કર અને સિનિયર સિવિલ જજ આર.આર.મિસ્ત્રીની તેમજ દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા , દિયોદર તેમજ સેક્રેટરી સહિત વકીલ મિત્રો તેમજ અધિકારી, પદ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે ગુજરાત હાઈકોર્ટેના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કોર્ટની નવીન બિલ્ડીંગનું લોકપર્ણ થતા આનંદ લાગણી અનુભવ છું અને સૌની સગવડો સચવાશે અને પધારેલ સૌને આભાર વ્યક્ત કરું છું.


(તસવીર / અહેવાલ : રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

शहर में स्वाइन फ्लू का कहर जारी : २४ घंटे में नये ७३ केस दर्ज किए गएः कुल मृतांक ७६ दर्ज

aapnugujarat

પાવીજેતપુરમાં કોરોના પોઝિટિવના ૮ કેસ નોંધાયા

editor

पासपोर्ट के वेरिफिकेशन को पुलिस स्टेशन नहीं जाना पड़ेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1