Aapnu Gujarat
ગુજરાત

દિયોદર તાલુક કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યુ

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો .થોડા સમય પહેલા વરસાદનું આગમન થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેમાં ઉભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર મળી રહે તે માટે માંગ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગત સોમવારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ગુજરાત કિસાન એકતા સમિતિ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી આવ્યું હતું.
૧૧ નવેમ્બરે દિયોદર તાલુકા કિસાન એકતા સમિતિના પ્રમુખ રમેશજી સોલંકી, બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી અભેસિંહ ચૌહાણ તેમજ દિયોદર તાલુકાના ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં ખેડૂતોની અનેક માંગણીને લઈ દિયોદર મામલતદાર પી. એસ. પંચાલ ને આવેદનપત્ર સોંપ્યું હતું જેમાં ખેડૂતોની માંગણી એવી છે કે ચાલુ વર્ષ વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવતા ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે તો સરકાર દ્વારા યોગ્ય ધોરણે પામાં થયેલ નુકસાન અંગે વળતર આપે તેવી માંગ કરતું આવદેનપત્ર સોંપવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

editor

શુક્રવારે રેસીડેન્સિયલ સોલર રૂફટોપ અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા ખાતે સહાય / વાહન વિતરણ કરશે

aapnugujarat

શ્યામલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1