Aapnu Gujarat
ગુજરાત

સૂરજ ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો

જોટાણા તાલુકાના સૂરજ ગામની સીમમાં જાકાસણા ગામ તરફ જવાના રોડ ઉપર વડીયાવાળા પા નામથી ઓળખાતા ખેતરમાં રહેલ બંધ મકાનની ઓરડીમાંથી કડી પોલીસે ચોક્કસ બાતમીને આધારે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા મનિષસિંહ તથા નાયબ પોલીસ વડા મંજીતા વણઝારા દ્વારા દરેક તાલુકામાં ચાલતા પ્રોહીબિશન અને દારૂ જુગારના અનૈતિક ધંધાને ડામી દેવા સારું કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સ્કવોડના હે.કો.નરેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સૂરજ ગામથી જાકાસણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા ખેતરમાં ઠાકોર રમેશજી પ્રહલાદજી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મોટા જથ્થામાં લાવી પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં ઉતારી વેચાણ કરે છે જેથી કડી પોલીસ સ્ટેશનના પી.આઈ.ઓ. એમ.દેસાઈ., સેકન્ડ પી.આઈ.એસ.એન.રામાણી તથા ડી-સ્ટાફ પી.એસ.આઈ. વાય.એચ.રાજપૂત સહિતની ટીમે રેડ કરી બાતમી વાળી જગ્યાએથી વિદેશી દારૂની પાર્ટી સ્પેશિયલ વહીસ્કી એન.વી.ગ્રુપ લખેલ કુલ પેટી નંગ- ૧૯૨ કુલ બોટલ નંગ-૨૩૦૪ જેની કિં.૬,૯૧,૨૦૦/-રૂ. તથા સ્વીફ્ટ ગાડી કિં. રૂ.૨,૦૦,૦૦૦/- તથા બે મોટર સાયકલ કિં.૪૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન મળી કિં. રૂ.૨૫૦૦/- મળી કુલ કિં. રૂ.૯,૩૮,૭૦૦/કિના મુદ્દામાલ સાથે ઠાકોર રમેશજી પ્રહલાદજીની ધરપકડ કરી છે.
(હેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગુજરાત : પોલિયો રસીકરણ હેઠળ બાળકોને રસી અપાઈ

aapnugujarat

ગીર-સોમનાથના નેશ વિસ્તારમાં સિમેન્ટના પતરાનું વિતરણ કરાયુ

editor

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ભાવનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1