Aapnu Gujarat
ગુજરાત

કડીમાં થયેલા ગેંગરેપના આરોપીની ધરપકડ

મહેસાણા જિલ્લાના કડી શહેરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર દિવાળીના તહેવારમાં થયેલા બબ્બે ગેંગ રેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડફેર ટોળકીના એક આરોપીની ધરપકડ કરી છે. ડફેર ટોળકી લૂંટ ચલાવી અને રેપ કરતી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસની પૂછપરછમાં લૂંટ અને ગેંગરેપની ઘટનાના ત્રણ ભેદ ઉકેલાયા હોવાની બાતમી મળી છે તથા લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. બેસતા વર્ષના દિવસે કડીનો સ્થાનિક યુવાન તેની પ્રેમિકાને લઈ નર્મદા કેનાલ વાળા રસ્તા ઉપર થી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રણ ઈસમોએ ગાડી ઉભી રખાવી ધાકધમકી આપી રોડની સાઈડમાં નિર્જન જગ્યામાં લઈ જઈ યુવતી ઉપર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની હતી. પોલીસ આ ઘટનનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી હતી ત્યાં જ બીજા દિવસે અચરાસણ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલી અવાવરૂં જગ્યાએ મજૂર દંપત્તિ રાત્રીના સમયે રોકાયું હતું ત્યાં મધરાતે ૩ વાગે એક મોટરસાઈકલ ઉપર ત્રણ શખ્શો ધસી આવ્યા હતા અને ચાકુની અણી ઉપર પહેલા દંપત્તીને લૂંટવાની અને પછી ત્રણેય આરોપીઓએ વારાફરતી મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
એકજ દિવસમાં બબ્બે ગેંગ રેપની ઘટના બનતા મહેસાણા જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ની મદદ ઉપરાંત મહેસાણા જિલ્લાના નાયબ પોલીસ વડા મંજીતા વણઝારાની આગેવાનીમાં એસઆઈટીની રચના કરી અલગ અલગ ટીમો બનાવી તપાસમાં લગાડી દેવામાં આવી હતી. ઘણી ઊંડી રીતે તપાસ બાદ આરોપીઓને ઝડપી પાડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ગેંગરેપના એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીઓની શોધખોળ આદરી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ છ મોટરસાયકલનો ઉપયોગ કર્યો છે. દરેક ગુના વખતે આરોપીઓ ચોરીનું નવું મોટરસાયકલ ઉપયોગમાં લેતા અને તેને છોડી દેતા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડફેર અકબર સુધી પહોંચી હતી. અકબરની કબુલાત પ્રમાણે આ ઘટનાને અંજામ આપવામાં તેની સાથે બીજા ચાર સાથીઓ હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ તેના સાથીઓની તપાસ કરી રહી છે.
(હેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

મહિલાઓને ટિકિટ આપવા મુદ્દે ભાજપ-કોંગ્રેસ ઉદાસીન

aapnugujarat

લોકરક્ષક દળના પેપર લીક પ્રકરણ : વડોદરામાં કોર્પોના કોન્ટ્રાકટ કર્મચારીની ભૂમિકા

aapnugujarat

આખરે શંકરસિંહ વાઘેલાનું ધારાસભ્યપદેથી રાજીનામું 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1