Aapnu Gujarat
ગુજરાત

શુક્રવારે રેસીડેન્સિયલ સોલર રૂફટોપ અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા ખાતે સહાય / વાહન વિતરણ કરશે

ક્લાયમેટ ચેન્જ વિભાગ હસ્તક ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા) દ્વારા વડોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રશ્રીના   હસ્તે સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન તા:૧૪.૦૭.૨૦૧૭ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રેસીડેન્સીયલ સોલર રૂફટોપના લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે. સાથોસાથ બેટરી ઓપરેટેડ વ્હીકલ્સના લાભાર્થીઓને વાહન વિતરણ પણ કરવામાં આવશે. ક્લાયમેટ ચેન્જ અંગે એક પ્રદર્શન પણ તેની સાથે યોજાશે જેને લોકો તા:૧૪.૦૭.૨૦૧૭ થી ૧૬.૦૭.૨૦૧૭ સુધી જોઇ શકશે. આ પ્રદર્શનમાં રેસીડેન્સીયલ સોલર રૂફટોપ, સોલર વોટર હીટર, જુદા-જુદા બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ તથા એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ વગેરેનું નિદર્શન ગોઠવવામાં આવી રહ્યુ છે. સાથોસાથ પુન: પ્રાપ્ય ઉર્જાની વિગત પૂર્ણ માહિતી સાથે બે ઉર્જાવાન નું પણ નિદર્શન કરવામાં આવશે.

રેસીડેન્સીયલ સોલર રૂફટોપ યોજનામાં લાભાર્થીઓને પ્રતિ કિલોવોટ ૩૦% લેખે ભારત સરકાર તરફથી રૂ.૨૦,૭૦૦/- અને રાજ્ય સરકાર તરફથી પ્રતિ કિલોવોટ રૂ. ૧૦,૦૦૦/- ની સહાય રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં મળશે. આમ એક કિલોવોટની રૂ. ૬૯,૦૦૦/- ની કિંમત સામે રૂ.૩૦,૭૦૦/- સહાય મળવાપાત્ર છે. આ અંગેના અધિકૃત વિક્રેતાઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહેશે. આ માટે ૧૫,૦૦૦ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ ગઇ છે.

બેટરી ઓપરેટેડ વ્હીકલ્સની યોજના માટે ધોરણ ૯ થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાહન દીઠ રૂ. ૧૦,૦૦૦/- ની સહાય મળવાપત્ર થાય છે, જે તેમના ખાતામાં સીધી જમા થનાર છે. આ અંગેના વાહનોનાં મોડલ્સ પણ પ્રદર્શનમાં મુકવામાં આવશે. આ યોજનામાં પ્રથમ તબક્કે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને સુરત એમ પાંચ શહેરો અને તેનો શહેરી વિસ્તાર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ઊર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરિયા, સ્થાનિક વિસ્તારનાં મંત્રી, રમત-ગમત મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સંસદ સભ્યશ્રીઓ, અને ધારાસભ્યશ્રીઓ અને મેયરશ્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related posts

બાળકીઓએ ધૂમધામથી ઉજવ્યું જયાપાર્વતીનું વ્રત

editor

મિડિયામાં રહેવા માટે કોંગ્રેસી નેતાઓના પ્રયાસો છે : વાઘાણી

aapnugujarat

પંચમહાલમાં ચાઈનીઝ તુક્કલ,માંઝા દોરીના વેચાણ, વપરાશ પર પ્રતિબંધ

editor

Leave a Comment

UA-96247877-1