Aapnu Gujarat
ગુજરાત

બાળકીઓએ ધૂમધામથી ઉજવ્યું જયાપાર્વતીનું વ્રત

નાની બાળકીઓનું જયાપાર્વતી વ્રત પૂરું થયું.અનેક દીકરીઓએ પોતાના વ્રતના પાંચ વર્ષ પૂરા થતાં વ્રત ઉજવ્યું પણ હશે.આવી જ એક દીકરી બંસરીએ પોતાના જયાપાર્વતી વ્રતની ઉજવણીમાં એક અનોખી પહેલ કરી છે. એના વ્રતની ઉજવણીમાં આવેલી ગોઈણીઓને એણે અનોખી ગિફ્ટ આપી. સામાન્ય રીતે સૌભાગ્ય માટે કરવામાં આવતા આ વ્રતમાં સૌભાગ્યનો શણગારની સાથે કપડું, ફળ અને વાસણનું દાન કરવામાં આવે છે. બંસરીએ ગોઈણીઓને જમાડયા પછી થાળી સેટ, સૌભાગ્યનો શણગાર, ફળ અને દક્ષિણાની સાથે સેનીટાઈઝર, માસ્ક અને ફેસ શિલ્ડ પણ ભેટમાં આપ્યો. આવી અનોખી પહેલ કરવા માટે એના માતા – પિતા નિકેતાબેન અને પિયુષભાઈને અભિનંદન.
આજે નાની બાલિકાઓનું જયાપાર્વતી વ્રત પૂરું થયું.અનેક દીકરીઓએ પોતાના વ્રતના પાંચ વર્ષ પૂરા થતાં વ્રત ઉજવ્યું પણ હશે.આવી જ એક દીકરી બંસરીએ પોતાના જયાપાર્વતી વ્રતની ઉજવણીમાં એક અનોખી પહેલ કરી છે.આજે એના વ્રતની ઉજવણીમાં આવેલી ગોઈણીઓને એણે અનોખી ગિફ્ટ આપી.સામાન્ય રીતે સૌભાગ્ય માટે કરવામાં આવતા આ વ્રતમાં સૌભાગ્યનો શણગારની સાથે કપડું,ફળ અને વાસણનું દાન કરવામાં આવે છે.બંસરીએ ગોઈણીઓને જમાડયા પછી થાળી સેટ, સૌભાગ્યનો શણગાર,ફળ અને દક્ષિણાની સાથે સેનીટાઈઝર,માસ્ક અને ફેસ શિલ્ડ પણ ભેટમાં આપ્યો.આવી અનોખી ફેલ કરવા માટે એના માતાપિતા નિકેતાબેન અને પિયુષભાઈને અભિનંદન.
“ ફેસ શિલ્ડ,માસ્ક અને સેનીટાઈઝર એ બહુ અનોખી ગિફ્ટ છે.મને આ યુનિક ગીફ્ટ બહુ જ ગમી.અત્યારે તો સ્કૂલ બંધ છે.મારે જો ક્યાંય બહાર જવાનું થશે તો માસ્ક અને ફેસ શિલ્ડથી ફેસ કવર કરીને જ જઈશ. ઉજવણીમાં આવેલ ધ્રુવી પંચાલીએ કહ્યું છે કે, આન્ટીએ અમને કોવીડથી કેવી રીતે સાવધાની રાખવાની એ પણ સમજાવ્યું.”
જયા પાર્વતી વ્રતની ઉજવણી કરનાર બંસરી વ્યાસે કહ્યું કે, “ અત્યારના બદલાયેલા સમયમાં નવા ટ્રેન્ડ ઉભા કરવા જોઈએ. નવા વાતાવરણ મુજબ મારી ફ્રેન્ડ સની સેફટી માટે મને ફેસ શિલ્ડ, માસ્ક અને સેનીટાઈઝર ગિફ્ટમાં આપવાનો મારી મમ્મીનો આઈડીયા ગમ્યો અને અમે એનો અમલ કર્યો. મારી બધી ફ્રેન્ડસ આ યુનિક ગિફ્ટથી ખુશ ખુશ થઈ ગઈ. જયાપાર્વતી વ્રતની ઉજવણીમાં કઈંક નવું કર્યું એનો મને આનંદ છે.”

Related posts

વિરમગામ શહેરમાં રામમહેલ મંદિરથી ભગવાન જગન્નાથની ૩૫મી રથયાત્રાની તડામાર તૈયારી

aapnugujarat

પેટ્રોલ પંપો તથા ટોલ પ્લાઝા સહિતના સ્‍થળોએ ફરજીયાત CCTV કેમેરા રાખવા આદેશ

editor

હળવદમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1