Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ઔપચારિક માન્યતા : ગોળમેજી પરિષદમાં સફળતા

ઔપચારિક માન્યતા
મારો જન્મ થયો નહોતો ત્યારથી આપ આ કાર્ય કરતા આવ્યા છો એ ચોક્કસપણે સાચું છે. આપ મારા કરતાં ઉંમરમાં મોટા છો. આ વસ્તુસ્થિતિને હું કેવી રીતે નકારી શકું ? આપના આગ્રહથી જ કૉંગ્રેસે અસ્પૃશ્યતા નિવારણના કાર્યને માન્યતા આપી એ વાત પણ સાચી છે, પણ ઔપચારિક માન્યતા આપવા સિવાય કૉંગ્રેસ પક્ષે અસ્પૃશ્યતા વિશે વિશેષ કાંઈ કર્યું નથી. આ મારી મુખ્ય ફરિયાદ છે. કૉંગ્રેસે અસ્પૃશ્યો માટે વીસ લાખ રૂપિયા ખર્ચ કર્યા એવું આપ કહો છો, પણ હું આપને દૃઢપણે કહું છું કે આપના એ તમામ પૈસા પાણીમાં ગયા છે. આટલી મોટી રકમ જો મારા જેવા હાથમાં આવી હોત તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી અસ્પૃશ્ય સમાજની પ્રગતિને મેં પ્રચંડ વેગ આપ્યો હતો. એવું થયું હોત તો આ પહેલાં હું ઉત્સાહથી આપને મળવા આવ્યો હતો. આપ કહો છો તે પ્રમાણે કૉંગ્રેસને આ પ્રશ્ન જો મહત્વનો લાગ્યો હોત તો કૉંગ્રેસના સભ્ય થવા માટે ખાદીની અને અન્ય જે શરતો આપે મૂકી છે એવી એકાદ અસ્પૃશ્યતા નિવારણ માટેની શરત આપે કૉંગ્રેસના સભ્ય થનાર માટે મુકવી જોઈતી હતી. અસ્પૃશ્યોનાં બાળકોને પોતાના ઘેર વિદ્યાર્થી તરીકે રાખીશ અથવા પોતાના ઘરે તેને અઠવાડિયામાંથી એકાદ દિવસ જમવા માટે બોલાવીશ અથવા પોતાના ઘરકામ માટે અસ્પૃશ્ય ગરીબ બાઈને કામવાળી તરીકે રાખીશ. એવું વચન આપશે તેજ કૉંગ્રેસનો સભ્ય થઈ શકશે. આવી કોઈ શરત કૉંગ્રેસે મુકવી જોઈતી હતી. પરંતુ એવું કંઈજ થયું નથી. એવું જો બન્યું હોત તો જિલ્લા કૉંગ્રેસ તરફથી સનાતનીઓની તરફદારી લઈને અસ્પૃશ્યોના મંદિર પ્રવેશનો તે વિરોધ કરે તેવું વિષમ, વિરોધાભાસ અને તુચ્છ દૃશ્ય જોવા મળ્યું ન હોત. અમે સ્વાનુભવના આધારે એવું કહી શકીએ છીએ કે કૉંગ્રેસ પક્ષની અસ્પૃશ્યતાના પ્રશ્ને ચિત્તશુદ્ધિ થયેલી નથી. જ્યાં સુધી આવી શુદ્ધિ થયેલી ના હોય ત્યાં સુધી અમે કૉંગ્રેસ કે સ્પૃશ્ય હિંદુઓ પર વિશ્વાસ રાખીશું નહીં. સ્વાવલંબન અને આત્મવિશ્વાસથી પોતાના માર્ગ કાઢીશું. આપના જેવા મહાત્માઓ પર પણ અમે અવલંબીશુંનહીં. કૉંગ્રેસ મારો અને મારા કાર્યનો વિરોધ કરે છે. કૉંગ્રેસ મને દેહદ્રોહી તરીકે સંબોધી હિંદુઓના મનમાં મારા કાર્ય વિશે ધૃણા કેમ ફેલાવે છે ? આ દેશમાં કૂતરાં-બિલાડાં કરતાંય અસ્પૃશ્યો સાથે હલકો વ્યવહાર કરવામાં આવે છે અને એટલા જ માટે હું અસ્પૃશ્યોના અધિકાર માટે ઝઝુમું છું. એમની ચિંતા કરું છું.
(૧૪ ઑગસ્ટ ૧૯૩૧, મુંબઈના મણિભુવનમાં ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર વચ્ચે સૌપ્રથમ મુલાકાત થઈ તે સમયે ડૉ. બાબાસાહેબે ગાંધીજીને કહેલા શબ્દો)

ગોળમેજી પરિષદમાં સફળતા
ગોળમેજી પરિષદમાં જે સફળતા મળી છે. તેનું શ્રેય મને નહીં પરંતુ મારા અસંખ્ય ભાઈઓ-બહેનોને છે. ‘મેં ગાંધીજીનો વિરોધ કર્યો નથી. કૉંગ્રેસવાળાઓએ મને દેશદ્રોહી ઠરાવ્યો’’ પણમને એવા આક્ષેપોની પરવા નથી. ભવિષ્યની પેઢી મારી કામગીરીને અણીશુદ્ધ રાષ્ટ્રસેવા તરીકે જોશે એવો મને વિશ્વાસ છે. મારી તમને પણ સલાહ છે કે મને દેવપદે ચઢાવતા નહીં, આ તો કમજોરીનું લક્ષણ કહેવાય.
(જનતા. ૨૯, જાન્યુઆરી ૧૯૩૨)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

બીડી બાઈની જાન

aapnugujarat

કુંભ મેળામાં સફાઈના દાવાની પોલ ખૂલી ગઈ

aapnugujarat

ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1