Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં ગંદકીનું સામ્રાજ્ય

‘‘સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ’’ના ગુજરાત સરકારનાં મિશનને ઘોળી પીને પાવીજેતપુર નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં પણ જવાબદાર સરકારી તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છએ.
છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર નગરમાં કમોસમી વરસાદી વાતાવરણમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા તેમજ ગંદા પાણીની ગટરોનાં ઢાંકણા ખુલ્લા હોવાથી નગરજનોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય ખાતુ તેમજ ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિ હોય આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા, જેવા મોટા જીવલેણ રોગોના દર્દીઓના રિપોર્ટ પણ પૉઝિટિવ આવેલ છે તેમ છતાં પણ ઠેરઠેર કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. બીજી તરફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંના માર્કેટયાર્ડમાં તમામ દુકાનની પાછળના ભાગોમાં ઠેરઠેર દારૂની પોટલીઓ, પ્લાસ્ટિકની કોથળીઓ તેમજ ખુલ્લામાં શૌચ કરેલ હોવાથી ત્યાંના વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ત્યાં ખેડૂતો માટે જાહેર શૌચાલયની પણ સુવિધા ન હોવાના કારણે ત્યાંના વેપારીઓ ઘણાં સમયથી જાહેર શૌચાલયની પણ માંગ કરી રહ્યા છે. જાહેર શૌચાલય ન હોવાને કારણે લોકોને ખુલ્લામાં પેશાબ કરવા માટે પણ જવું પડતું હોય છે જેના કારણે દુર્ગંધ આવતી હોવાથી ત્યાંના વેપારીઓ તથા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આમ જુઓ તો પાવીજેતપુર નગરમાં ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓ તેમજ આરોગ્ય ખાતુ પણ જવાબદાર હોય છે તેમ છતાં આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે તો પાવીજેતપુરની જનતા રાહ જોઈને બેઠી છે કે ગંદકી સાફ થશે કે નહીં ?
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

વડોદરામાં ગણેશજીની ૯ ફુટથી ઉંચી મૂર્તિ બનાવી તો પોલીસ સ્ટેશન જવું પડશે !!

aapnugujarat

સરખેજના ફાર્મહાઉસ પર એક લાખની લૂંટ

aapnugujarat

બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવાની તૈયારી

editor

Leave a Comment

UA-96247877-1