Aapnu Gujarat
ગુજરાત

ભીલડી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી

ડીસાના મુડેઠા ટોલનાકા નજીકથી ભીલડી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા ૧.૯૨ લાખનો મુદામાલ કબજે લઈ બે શખ્સો ને ઝડપી લીધા હતાં. ડીસા તાલુકાનાં ભીલડી પોલીસ મથકના પીએસઆઈ એસ.વી.આહીર તેમજ પોલીસ સ્ટાફ અરજણભાઈ, ખુમાભાઈ, શૈલેષભાઈ, વિહાજી સહિતની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમીના આધારે કાર નંબર. જીજે૦૧એચપી૯૮૪૫ને ઉભી રખાવી તલાશી લેતાં તેમાંથી રૂપિયા ૩૭.૮૦૦નો વિદેશી દારૂ મળી આવ્યો હતો, ૧,૫૦,૦૦૦ની કાર અને ૪૫૦૦ રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના રાજડાલ ગામનાં તલસિંગ ભારતસિંગ રાજ પુરોહિત અને મંડાઉ ગામના ઠાકરસિંગ ઉર્ફે ગણેશ સવાઈસિંગ રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે.
( અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

editor

દિવાળી વેકેશનનું બુકિંગ શરૂ : ટ્રેન ફુલ

aapnugujarat

જનપ્રતિનિધિને આક્ષેપના આધારે દોષી ના ગણી શકાય : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1