Aapnu Gujarat
Uncategorized

ઇદે મિલાદ નિમિતે બોડેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

બોડેલી,તા.૦૪ :- સમગ્ર માનવ જાતને પ્રેમ સાથે ભાઈચારાથી રહેવાનો સંદેશ આપનાર સમસ્ત મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ પયગમ્બર સાહેબના આવનાર જન્મદિવસ એટલે ‘‘ઇદે મિલાદ’’ નિમિતે બોડેલીના મદરેસા તેમજ નગરની વિવિધ મસ્જિદોમાં વાયજ શરીફ તેમજ નાત શરિફ-કુરઆન ખ્વાનીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા નગરમાં ધાર્મિક વાતાવરણની મહેંક પ્રસરી ઉઠી છે
બોડેલીના મુસ્લિમ વિસ્તારોને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યાં છે. બોડેલી નગરમાં ‘‘ઇદે મિલાદ’’ના પર્વ નિમિત્તે ઠેર ઠેર વાયજ તકરીર તેમજ નાત શરિફના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે.
મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવદને ‘‘ઇદે-મીલાદૂન્નબી’’ તરીકે મનાવવામાં આવે છે. ઈસ્લામિક મહિનાના રબીઉલવ્વલની શરૂઆત તારીખ ૧ થી ૧૨ દિવસ સુધી બોડેલીના શેખ મહોલ્લાના મદરેસા, અલીપુરા એસ.ટી. ડેપો પાસે આવેલ મસ્જિદે એહમદી, રામનગર સોસાયટીની મેમણ મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં વાયજ શરીફ તેમજ નાત શરિફ-કુરઆન ખ્વાનીનાં પ્રોગ્રામો થઇ રહ્યા છે જેમાં ઇસ્લામ તેમજ હજરત મોહમ્મદ પયગમ્બર સ.અ.વ.સાહેબના જીવન અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવે છે તેમજ નાત શરીફ તથા તકરીર જેવા કાર્યક્રમો રાખવામાં આવે છે. પ્રોગ્રામ બાદ દુનિયામાં શાંતિ અને અમન માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી રહી છે.
ઇદે મિલાદના પર્વને મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પયગંબર સાહેબની સાદગીભરી જીદંગીને યાદ કરીને આ પર્વ ઉજવવામાં આવે છે, જેઓ પોતે ભુખે સુતા હતા અને ભુખ્યાને જમાડતા હતા, તેઓએ દુનિયાને ત્યાગ અને બલિદાનનું એક પ્રેરણારૂપ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે, તેઓએ હંમેશા સત્ય માટે જ અસત્ય સામે લડાઈ લડીને હંમેશા સત્યનો જ વિજય થાય છે તેવું સાબિત કરી બતાવ્યું છે, તેઓ ઉપર જે આસમાની કિતાબ કુરાનશરીફ નાજીલ થયું તો તેમાં પણ માનવતા, પ્રેમ, દયા અને અહિંસાનો સંદેશ આપીને સમગ્ર માનવજાતને એક બીજા સાથે ભાઇચારો કેળવી પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. શાંતિના દુત એવા મોહમ્મદ પયગંબર સ.અ.વ.સાહેબના જન્મ દિવસ તારીખ ૧૦-૧૧-૨૦૧૯ ના રોજ ઇદે મિલાદ નિમિત્તે બોડેલી નગદમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવશે તેમ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની વરણી

editor

રાજકોટમાં ડોક્ટરના આવાસ પર પોલીસના દરોડા

aapnugujarat

પાકિસ્તાનના ઈશારે કાલુપુર રેવડી બજારમાં દુકાનોમાં આગ લગાવાઈ હતી

editor

Leave a Comment

UA-96247877-1