Aapnu Gujarat
ગુજરાત

નેકારીયા ગામમાં સંતવાણી કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠ જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં નેકારીયા ગામમાં શ્રી જોગમાયાના મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમંત્રિતો મહેમાનો પધાર્યા હતાં. પધારેલા સંતો – મહંતો તેમજ ભક્ત મંડળોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતીનો ૨૧ હજાર ચઢાવો બોલી ગામની કુવાશીયે આરતી ઉતારી હતી. નેકારીયા યુવક મંડળના સભ્યો, ગામનાં સરપંચ અમરતજી વેરશીજી ઠાકોર, વાધાજી ઠાકોર વિગેરે તીર્થ ડીજે સાઉન્ડ નેકારીયા, તેમજ સમસ્ત ગામ લોકો સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. માતાજીને થાળ ધરાવી સૌ ભક્તોએ પ્રસાદી લીધી હતી.
(તસવીર/ અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા

Related posts

અમ્યુકોનું કોઇપણ નવા વધારાના કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ

aapnugujarat

દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

editor

India – Pakistan સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સુવિધાઓ વિકસાવાશે : રૂપાણી

editor

Leave a Comment

UA-96247877-1