Aapnu Gujarat
રાષ્ટ્રીય

તાંતીયાણા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે. ગુજરાત સરકારે સ્થાનિક લોકોને ઘરઆંગણે સમગ્ર યોજનાઓ એટલે કે, રેશનકાર્ડની કામગીરી, આધારકાર્ડની કામગીરી, આવક અને જાતિના દાખલા, અમૃતમ મા કાર્ડ, તેમજ સ્થળ પર જ આરોગ્ય લગતી તમામ સુવિધાઓ છેવાડાના ગામ લોકોને મળી રહે તે માટે ગુજરાત સરકારે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાંતીયાણા ગામે પાંચમાં તબક્કાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ જેમાં પાદર, નેકારીયા, રતનપુર, ઉણ, ટેબી, તાંતીયાણા, વાલપુરા, માનપુર વગેરે આઠ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગામ લોકોએ સરકારી યોજનાઓ લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં કાંકરેજ તાલુકાના મામલતદાર એમ.ટી.રાજપુત, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, તાલુકા હેલ્થ ઓફિસર, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, તાંતીયાણા સરપંચ પેઠાજી ઠાકોર, તેમજ આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં સેવા સેતુ કાર્યક્રમ હાજરી આપી હતી.
(તસવીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

ટૂંક સમયમાં એસી બસ મુંબઇના રસ્તા પર દોડશે

aapnugujarat

રેલવે એપ ‘સારથી’ને ન મળ્યો યાત્રીઓનો સાથ

aapnugujarat

नौसेना को मिला सबसे घातक युद्धपोत आईएनएस किलटन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1