Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવે એપ ‘સારથી’ને ન મળ્યો યાત્રીઓનો સાથ

રેલ તેમજ હવાઈ ટિકિટ સાથે પેસેન્જરોને મુસાફરી દરમિયાન તમામ જાણકારી અને સુવિધાઓ પૂરી પાડવાના શુભ ઈરાદા સાથે લોન્ચ કરવામાં આવેલી ’સારથી’ એપને ઉતારુઓ તરફથી કોઈ સાથ મળી રહ્યો નથી. શુક્રવારે જ્યારે રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ જ્યારે આ એપ લોન્ચ કરી ત્યારે તેના ભરપૂર વખાણ કર્યા હતા પણ તેના બીજા જ દિવસે એટલે કે શનિવારે લોકોને આ એપ ઈન્સ્ટોલ કરવાથી લઈને ઓપન કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
અમૂક જ લોકો આ એપને સફળતા પૂર્વક ઈન્સ્ટોલ કરવામાં સફળ રહ્યા હતા. આ એપ ઈન્સ્ટોલ કરનારા તરફથી પણ ખોસ કોઈ કોમેન્ટ્‌સ મળી ન હતી.આ એપ ડાઉનલોડ તો થઈ જાય છે પણ, કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે આ એપ ઓપન થતી નથી. જો કોઈને આ એપ ઓપન થાય તો પણ રજિસ્ટ્રેશન કરવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. હાલત એવી છે કે કેટલાક લોકો વારંવાર રજિસ્ટ્રેશનના પ્રયાસો કરે છે પણ તેઓ પોતાને પ્રોસેસ કરવા માટે અક્ષમ એટલે કે અનએબલ ટુ પ્રોસેસ બતાવે છે.કેટલાંક લોકોનું કહેવું છે કે, જ્યારે તેઓએ આ એપ ડાઉનલોડ કરી, તો તેમને અનઈસ્ટોલનું ઓપ્શન દેખાડતું રહ્યું હતું. જે એકલ-દોકલ લોકોએ શનિવારે રજિસ્ટ્રેશન અને ઈસ્ટોલેશનમાં સફળતા મેળવી હતી તેમનું એવું કહેવું છે કે, આ ભલે એક એપ હોય પણ, જ્યારે તેઓ તેમા જાય છે તો ફરીથી દરેક સુવિધા માટે અલગ-અલગથી ડાઉનલોડની પ્રક્રિયા કરવી પડી રહી છે. રેલવેએ એવો દાવો કર્યો હતો કે યાત્રિઓને માત્ર એક જ એપ દ્વારા તમામ સુવિધાઓ મળશે. લોકોનું એવું કહેવું છે કે તમારે એપ ડાઉનલોડ કર્યા બાદ પણ અલગ-અલગ સુવિધાઓ માટે ફરીથી એપનો ડાઉનલોડ કરવી પડે તો તેનો ફાયદો શું. આ એપ ડાઉનલોડ કર્યા બાદ યૂઝર્સે જે કોમેન્ટ આપી છે તે પણ ખાસ ઉત્સાહજનક નથી. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે રેલવેએ આ એપ લોન્ચ કરીને પૈસાની બરબાદી કરી છે.

Related posts

राहुल गांधी पर विवादित टिप्पणी करने के बाद भाजपा के स्वामी पर पीएल पुनिया ने दर्ज कराइ कराई

aapnugujarat

શ્રીનગરના બાટામાલૂમાં ત્રણ આતંકી ઠાર

editor

सेना में अब महिलाओें को भी लड़ाकू भूमिका मिलेगी : बिपीन रावत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1