Aapnu Gujarat
બિઝનેસ

ક્લાયમેટ ચેન્જની ભયાનક અસરરુપે ભારતમાં થશે ચોખાની ઉપજમાં ઘટાડો

ક્લાયમેટ ચેન્જની ભારત સહિત એશીયાના ઘણા દેશો પર ગંભીર અસર પડી શકે છે. ત્યારે ક્લાયમેટ ચેન્જને લઈને ૨૦૩૦ના દશકમાં ભારતમાં ચોખાની ઉપજમાં ૫ ટકા જેટલો ઘટાડો આવી શકે છે.તો, સદીના અંતમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ૧૩ કરોડ લોકો સામે વિસ્થાપનનો ભય ઉભો થઈ શકે છે. એશીયાઈ વિકાસ બેંકના એક રીપોર્ટમાં આ વાત સામે આવી છે.
એડીબી અને પોટ્‌સડેમ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈમ્પેક્ટ રીસર્ચના “એ રીઝન એટ રીસ્કઃધ હ્યુમન ડાઈમેન્શન્સ ઓફ ક્લાયમેટ ચેન્જ ઈન એશીયા એંડ ધ પૈસિફિક” શીર્ષક વાળા રિપોર્ટ અનુસાર ક્લાયમેટ ચેન્જના કારણે ભવિષ્યમાં એશિયા પેસેફિક રીજન દેશો પર મોટી માત્રામાં ખરાબ અસર પડશે. ક્લાયમેટ ચેન્જના કારણે વર્તમાન સમયમાં વિકાસથી થનારા સંભવિત ફાયદાઓમાં પણ ઉણપ આવી શકે છે તો સાથે જ જીવન સ્તર ઘટવાની પણ શક્યતાઓ છે.
આ રિપોર્ટ અનુસાર ઝંઝાવાત અને પૂરનો સૌથી મોટો ભય એશીયામાં ખાસ કરીને ચીન,ભારત,બાંગ્લાદેશ અને ઈંડોનેશિયા પર પડશે. ક્લાયમેટ ચેન્જના કારણે બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાનના નીંચાણવાળા તટીય ક્ષેત્રો સામે સૌથી મોટો ખતરો ઉભો થશે, જેના કારણે સદીના અંત સુધીમાં અહીંયાના ૧૩ કરોડ લોકોને વિસ્થાપનનો સામનો કરવો પડશે.રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભલે ભારતના ઉત્તરી રાજ્યોમાં ચોખાનો પાક વધી શકે છે પરંતુ દક્ષિણી રાજ્યોમાં ૨૦૩૦ના દશક સુધીમાં ચોખાનો પાક ૫ ટકા સુધી અને ૨૦૫૦ના દશકમાં ૧૪.૫ ટકા અને વર્ષ ૨૦૮૦ સુધીમાં ૧૭ ટકા ચોખાનો પાક ઘટે તેવી શક્યતાઓ રહેલી છે.
રીપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૦૫ સુધીમાં વૈશ્વિક સ્તર પર પૂરના કારણે લગભગ ૬ અરબ ડોલરનુ નુકસાન થયું હતુ અને તે વર્ષ ૨૦૫૦ સુધીમાં આ વધીને ૫૨ અરબ ડોલર થઈ જશે. રિપોર્ટ અનુસાર હમણા જ થયેલો એક સ્ટડી રીપોર્ટ દર્શાવે છે કે દક્ષિણ એશિયા અને ભારતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે પૂરનુ જોખમ અત્યંત વધવાનુ અનુમાન છે.

Related posts

ચંદા કોચર અને તેમનાં પરિવાર પર અમેરિકન સંસ્થાઓની નજર

aapnugujarat

સેંસેક્સમાં ૮૫ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

ભારતમાં જ્યાં એરપોર્ટ, ત્યાં હશે પતંજલિનો સ્ટોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1