Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખુશખબર ! ખેડૂતોની આવક બમણી કરવા મોદી સરકારે ભર્યું આ એક મોટું પગલું, જાણો વધુ

કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવા પગલા ભરી રહી છે. જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાત પર બહુ બધી વખત જોર આપ્યું છે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક અત્યારની આવક કરતાં બમણી કરવામાં આવશે. હવે સરકાર તેને સફળ કરવા પોતાનાથી થતાં દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. કૃષિ મંત્રાલયે 2022 સુધી ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે પણ બધા જ પ્રકારની કવાયત શરૂ કરી દીધી છે.

આ કવાયતના ધ્યનામાં રાખીને જર્મનીએ ભારતીય ખેડૂતોના આવક બે-ઘણી કરવા માટે પોતાની તકનીક અને પ્રબંધન વેશેષજ્ઞતાથી હેલ્પ કરવાની પણ રજૂઆત કરી છે. ગયા 1 નવેમ્બરે જર્મનના કૃષિ મંત્રી જૂલિયા ક્લોકનરે દેશના કૃષિ મંત્રી નેન્દ્ર સિંહ તોમર સાથે એક બેઠક કરી છે. આ બેઠકમાં જૂલિયા ક્લોકનરે જણાવ્યું કે, જર્મની પાસે મશીનીકરણ અને પાકની કાપણી બાદની પ્રબંધન આવશક્યતા છે, જે ભારતમાં ખેડૂતોની આવક બે-ઘણી કરવામાં અત્યંત મહત્વપર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ મંત્રીની બેઠકમાં બંને મંત્રિઓએ કૃષિ બજાર વિકાસ સહયોગથી સંબંધિત ભેગી ઘોષણાપત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે. બેઠક દરમિયાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવતા કહ્યું કે, ભારતે 2022 સુધિ ખેડૂતોની આવક બે-ઘણી કરવાનું લક્ષ્ય નિંચિત રાખ્યું છે. તેમણે આગળ કહ્યું કે, ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની સાથે-સાથે ખર્ચ ઓછો કરવા, પ્રતિસ્પર્ધિ બજાર બનાવવા અને કૃષિ માટે મૂલ્ય શ્રુંખલાને વધુ મજબૂત કરવા પર આગવું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવતા કહ્યું કે, ભારતની કૃષિ નિકાસ નીતિ 2018 અંતર્ગત આપણા કૃષિ ઉત્પાદોની નિકાસ બેઘણી કરતા 60 અબજ ડોલર સુધી પહોંચાડવાનું મહત્વનું એક લક્ષ્ય છે. બંને મંત્રિઓએ કહ્યું કે, બંને દેશો માટે કૃષિ પ્રાથમિક ક્ષેત્ર છે. તેમણે મશીનીકરણ, પાક કાપણી બાદ પ્રબંધન, આપૂર્તિ શ્રુંખલા, બજાર સુધી પહોંચ, નિકાસ, ખાદ્ય સુરક્ષા, પ્રયોગશાળાઓની સ્થાપનામાં સહયોગ, ખાદ્ય તપાસ કાર્યશાળા વગેરે વિષયો પર પણ વિચાર-વિમર્શ કર્યું.

Related posts

रेलवे में वीआईपी कल्चर खत्म : स्टाफ से घरेलु कामकाज नहीं करा सकेंगे अधिकारी

aapnugujarat

ઇચ્છામૃત્યુના અધિકારને શરતો સાથે સુપ્રીમની માન્યતા

aapnugujarat

पत्रकार के साथ बदसूलूकी निन्दनीय : अखिलेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1