Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇચ્છામૃત્યુના અધિકારને શરતો સાથે સુપ્રીમની માન્યતા

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતી વેળા ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય માન્યતા આપી દીધી હતી. સુપ્રીમે ઇચ્છામૃત્યુના અધિકારને કેટલીક શરતોની સાથે લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, લોકોને સન્માનપૂર્વક મરવાનો પણ પૂર્ણ અધિકાર રહેલો છે. સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયાને મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય મંજુરી આપતી વેળા કેટલીક શરતો પણ લાગૂ કરી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગંભીરરુપથી બિમાર રહેલી દર્દી જેની સારવારની કોઇ શક્યતા નથી તે ઇચ્છા મૃત્યુ લખી શકે છે. ત્યારબાદ મેડિકલ બોર્ડ જ પેસિવ યુથેનેશિયા નક્કી કરશે. કોર્ટે કહ્યું છે કે, લિવિંગવિલ કોણ કરી શકે છે તેની પ્રક્રિયા કેવી રહેશે આના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. કોઇપણ એવી વ્યક્તિની લાઇફ વિલને લઇને તપાસ કરવામાં આવશે જેને સંપત્તિ અથવા વિરાસતમાં લાભ થનાર છે. કોર્ટના ચુકાદા બાદ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. ધારણા પ્રમાણે જ સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા મરણાસન્ન વ્યક્તિ દ્વારા ઇચ્છામૃત્યુ માટે લખવામાં આવેલી વસિયત અથવા તો લિવિંગ વિલને ગાઇડલાઇન્સ અથવા તો માર્ગદર્શિકા સાથે કાયદાકીય માન્યતા આપી હતી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યુ છે કે મરણાસન્ન વ્યક્તિને આ અધિકાર રહેશે કે તે ક્યારેય અંતિમ શ્વાસ લેશે. કોર્ટે કહ્યુ હતુ કે લોકોને સન્માનની સાથે મરવા માટેનો અધિકાર છે. લિવિંગ વિલ એક લેખિત દસ્તાવેજ હોય છે જેમાં દર્દી પહેલાથી જ આ નિર્દેશ આપે છે કે મરણાસન્નની સ્થિતીમાં પહોંચી જવા અથવા તો રજામંદી નહીં આપવાની સ્થિતીમાં પહોંચવા પર તેને ક્યા પ્રકારની સારવાર આપવામાં આવે. પૈસિવ યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ) તે સ્થિતી છે જ્યારે કોઇ વ્યક્તિ મરણાસન્ન વ્યક્તિના મોતની તરફ વધવાની ઇચ્છાથી તેને સારવાર આપવાનુ બંધ કરી દેવામાં આવે છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની પીઠે ગયા વર્ષે ૧૧મી ઓક્ટોબરના દિવસે આ અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. પાંચ જજની બેંચે આજે આ બાબત પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ બેંચમાં ચીફ જસ્ટીસ ઉપરાંત જસ્ટીસ એકે સિકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ, જસ્ટીસ અશોર ભુષણ સામેલ છે. જ્યારે કોઇ મરણાસન્ન શખ્સ લિવિંગ વિલ મારફતે અંગ્રીમ રૂપથી નિવેદન જારી કરીને નિર્દેશ આપે છે કે તેના જીવનને વેન્ટીલેટર અથવા તો આર્ટિફિશલ સપોર્ટ પર લગાવીને લાબુ ખેંચવામાં ન આવે. અ૬ે નોંધનીય છે કે એનજીઓ કોમન કોઝે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ હતુ કે બંધારણની કલમ ૨૧ હેઠળ જે રીતે નાગરિકને જીવવા માટેનો અધિકાર છે તેવી જ રીતે તેને મરવાનો પણ અધિકાર છે. આના પર કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ઇચ્છામૃત્યુની વસિયાત (લિવિંગ વિલ ) લખવા માટેની મંજુરી આપી શકાય નહી.જો કે મેડિકલ બોર્ડના નિર્દેશ પર મરણાસન્નના લાઇફ સપોર્ટ સિસ્ટમને દુર કરી શકાય છે. એનજીઓ કોમન કોઝે વર્ષ ૨૦૦૫માં આ મામલે અરજી દાખલ કરી હતી. કોમન કોઝના વકીલ પ્રશાંત ભુષણે કહ્યુ હતુ કે ગંબીર બિમારીનો સામનો કરી રહેલા લોકોને લિવિંગ વિલ બનાવવા માટેનો અધિકાર હોવો જોઇએ. લિવિંગ વિલના માધ્યમથી શખ્સ એ બાબત દર્શાવી શકશે કે જ્યારે તે એવી સ્થિતીમાં પહોંચી જાય કે જ્યાં તેની જીવવાની આશા ન રહે ત્યારે તેને બળજબરીપૂર્વક લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવાના બદલે તેને સન્માન સાથે મરવાનો અધિકાર આપવામાં આવે. પ્રશાંતે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે તેઓ એક્ટિવ યુથનેશિયાની તરફેણ કરી રહ્યા નથી. જેમાં જે બિમારીનો ઇલાજ થઇ શકે નહી તે વ્યક્તિને ઇન્જેક્શન આપીને મારવામાં આવે છે. તેઓ પૈસિવ યુથનેશિયાની વાત કરી રહ્યા છે. જેમાં કોમામાં પડેલા દર્દીને વેન્ટીલેટર જેવા લાઇફ સપોર્ટ સિસ્ટમથી બહાર કાઢીને મરવા દેવામાં આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે દર્દી હવે ઠીક થઇ શકે નહી તે બાબત કોણ નક્કી કરશે. તેના જવાબમાં પ્રશાંત ભુષણે કહ્યુ હતુ કે આવી બાબત તબીબ નક્કી કરી શકે છે. હાલમાં કોઇ કાયદો ન હોવાના કારણે દર્દીને બળજબરીપૂર્વક લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે. કોમાંમાં સરકી ગયેલી કોઇ પણ વ્યક્તિ એવી સ્થિતીમાં હોતી નથી કે તે પોતાની ઇચ્છા વ્યક્ત કરી શકે. તેને પહેલાથી જ વિલ અથવા તો ઇચ્છા લખવાનો અધિકાર હોવો જોઇએ. તેને પહેલા જ એ લખવાના અધિકાર હોવા જોઇએકે તેની ઠીક થવાની તક ન હોય ત્યારે તેના શરીરને યાતના આપવામાં ન આવે. કેન્દ્ર સરકારની રજૂઆતને આજે ફગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે મામલામાં રચવામાં આવેલી કમિટીએ ખાસ સ્થિતીમાં પૈસિવ યુથનેશિયાને અથવા તો કોમામાં સરી પડેલા દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમને દુર કરવાને યોગ્ય ઠેરવી તેના તારણ આપ્યા હતા. પરંતુ લિવિંગ વિલનુ સરકાર સમર્થન કરતી નથી. આ એક પ્રકારથી આત્મહત્યા સમાન છે. અત્રે નોંધનીય છે કે આશરે ૩૫ વર્ષથી કોમામાં પડેલી મુંબઇની નર્સ અરૂણા સાનબોગને ઇચ્છામૃત્યુ આપવા સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૧માં ઇન્કાર કર્યો હતો. છેલ્લી સુનાવણી વેળા સરકારે ઇચ્છામૃત્યુના હક આપવાનો વિરોધ કર્યો હતો.

Related posts

Union Minister for Oil, Gas & Steel officially launches MNGL Nation’s 5 stations

editor

कही लीची से तो कही मोब लीचींग से और कही गोलियों से हो रही है मौत…!

aapnugujarat

મોદી ભારતને બરબાદ કરી રહ્યાં છેઃ કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1