Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી ભારતને બરબાદ કરી રહ્યાં છેઃ કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીનો દાવો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય લોકતંત્ર પર એક ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, મોદી ભારતની બનાવટને બરબાદ કરી રહ્યાં છે. તેઓએ એવું પણ કહ્યું કે, ભારતમાં લોકતંત્ર ખતરામાં છે. તેઓએ ફોનમાં ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેર પેગાસસ હોવાનો પણ દાવો કર્યો હતો. તેઓએ એવું પણ કહ્યું કે, ભારતના બીજા નેતાઓના મોબાઈલ ફોનમાં પણ આ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. ભારતમાં લઘુમતીની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે, તમામ સંસ્થાઓ પર સરકારનો કબજો છે. તેઓએ મીડિયા અને કોર્ટ પર પણ સરકારી કબજો હોવાનો દાવો કર્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કદાચ મહિલાઓને ગેસ સિલિન્ડર આપવા અને લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવા સારું પગલું છે. આને ખોટુ ન કહી શકાય, પરંતુ મારો વિચાર છે કે મોદી ભારતની બનાવટને બરબાદ કરી રહ્યાં છે. તેઓ ભારત પર એક એવો વિચાર થોપવા માગે છે કે જેને ભારત સ્વીકાર કરી શકે નહીં. તેઓએ આરોપ લગાવ્યો કે સરકારે તમામ સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. કોર્ટ અને મીડિયા પર પણ સરકારનો કબજો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં લઘુમતી સુરક્ષિત નથી. પોતાના ભાષણ દરમિયાન તેઓએ અખબારોના કટિંગ પણ શેર કર્યા હતા. સાથે જ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે, ગુપ્તચર અધિકારીઓએ તેમને કહ્યું હતું કે, તમારો ફોન રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. અનેક વિપક્ષી નેતાઓના ફોનમાં પેગાસસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. વિપક્ષી નેતાઓનો મોબાઈલ ફોન ટેપ કરવામા આવી રહ્યાં છે. મારા પર કેસ દાખલ કરવામાં આવ્યા છે. અનેક કિસ્સાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે કેસ બની શકે એમ જ નથી. જેનો કોઈ મતલબ પણ નથી, પરંતુ હું મારો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેઓએ વિપક્ષી નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગામંધીએ કેમ્બ્રિજમાં પોતાના ભાષણમાં લોકતંત્ર વ્યવસ્થા પર નવા વિચારનું આહ્વાન પણ કર્યુ રહતુ. રાહુલે પોતાના વ્યાખ્યાનમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને વધારવા માટે એક નવા વિચારનું આહ્વાન કર્યું હતું, જેને થોપી શકાય નહીં. તેઓએ કહ્યું કે, અમે એવી દુનિયાની કલ્પના ન કરી શકીએ કે જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ન હોય. આપણને નવા વિચારોની જરુર છે. બળજબરી માહોલ બનાવવાના બદલે કેવી રીતે લોકતાંત્રિક માહોલ બનાવાય એ જરુરી છે.

Related posts

લાતુરમાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ રેકેટનો પર્દાફાશ

aapnugujarat

छतीसगढ़ में CRPF जवान शहीद

aapnugujarat

કેદારનાથ મંદિરમાં ફોટોગ્રાફી કરનાર સામે કાર્યવાહી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1