Aapnu Gujarat
રમતગમત

કાર અકસ્માત બાદ આખી જિંદગી બદલાઈ ગઈ : PANT

દેશ નવા વર્ષની તૈયારીઓમાં વ્યસ્ત હતો. રિષભ પંતના ઘરે પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, કારણ કે આ ક્રિકેટર તેની માતાને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો હતો, પરંતુ 30 ડિસેમ્બર, 2022ના રોજ સવારે લગભગ 5.30 વાગ્યે તેનો સામનો મોત સામે થઈ ગયો. 25 વર્ષીય રિષભ પંતનો ભયાનક અકસ્માતમાં માંડ માંડ જીવ બચ્યો હતો. જ્યારે તેની કાર દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટના હરિદ્વાર જિલ્લાના મેંગ્લોર અને નરસાન વચ્ચે થઈ હતી. આ અકસ્માત બાદ રિષભ પંતે પહેલીવાર મીડિયા સાથે વાત કરી.
રિષભ પંતે કહ્યું કે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં સાથ આપનારનો આભાર. સાથે જ કહ્યું કે તે આ સફરમાં આવનારા પડકારો માટે તૈયાર છે. ભગવાનનો આભાર માનવાનું ભૂલ્યો નથી. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે હવે મને જીવનને જોવા માટે એક નવો દૃષ્ટિકોણ મળ્યો છે.
પંતે કહ્યું, ‘આજે હું જીવનનો સંપૂર્ણ આનંદ માણવામાં માનું છું, જેમાં એવી નાની બાબતોનો સમાવેશ થાય છે જેને આપણે આપણી દિનચર્યામાં અવગણીએ છીએ. આજે દરેક વ્યક્તિ કંઈક ખાસ હાંસલ કરવા માટે સખત મહેનત કરે છે, પરંતુ આપણે એવી નાની વસ્તુઓનો આનંદ લેવાનું ભૂલી ગયા છીએ જે આપણને દરરોજ ખુશી આપે છે. દુર્ઘટના પછી, હું દરરોજ મારા દાંત સાફ કરવાની સાથે સાથે તડકામાં બેસવાની મજા માણું છું. જ્યારે આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે આપણે જીવનમાં નિયમિત બાબતોને મહત્વ આપ્યું નથી. આ મારા માટે એક બોધપાઠ છે.

ઋષભ પંત કહે છે, ‘તે કહેવું મુશ્કેલ છે, કારણ કે મારું જીવન ક્રિકેટ માટે છે, પરંતુ હવે હું ફરીથી મારા પગ પર પાછા આવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું સવારે જાગી જાઉં છું અને પછી મારા ફિઝિયોથેરાપિસ્ટ સાથે દિવસનું મારું પ્રથમ ફિઝિયોથેરાપી સેશન લઉં છું. તે પછી, હું બીજા સેશન માટે ફ્રેશ થવા માટે થોડો આરામ અને સમય લઉં છું. ત્યારબાદ હું મારું બીજું સેશન શરૂ કરું છું. હું કેટલી પીડા સહન કરી શકું તે મુજબ ટ્રેનિંગ લઉં છું. સાંજે ફિઝિયોથેરાપીનું ત્રીજું સેશન લઉં છું. હું તડકામાં પણ બેસવાનો પ્રયત્ન કરું છું. જ્યાં સુધી હું ફરીથી યોગ્ય રીતે ચાલવા સક્ષમ ન હોઉં ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

Related posts

આઈપીએલમાં પહેલી વખત ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે

aapnugujarat

चाहर, खलील व सैनी जैसे युवा समय के साथ होंगे परिपक्व : गांगुली

aapnugujarat

આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે ખોલ્યું બુમરાહની સફળતાનું રહસ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1