Aapnu Gujarat
રમતગમત

આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે ખોલ્યું બુમરાહની સફળતાનું રહસ્ય

જસપ્રીત બુમરાહ હાલના સમયે વન-ડે ક્રિકેટનો નંબર વન બોલર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બોલરે વર્લ્ડમાં પોતાની બોલિંગથી ધાક જમાવી છે. ટેસ્ટથી લઈને ટી-૨૦ ક્રિકેટમાં બુમરાહે બેટ્‌સમેનોને ધૂળ ચટાડી છે. બુમરાહની બોલિંગ સમજવી બેટ્‌સમેનો માટે માથાનો દુખાવો બની છે. આ દરમિયાન આઈઆઈટી કાનપુરના એરોસ્પેસ એન્જીનિયરિંગના પ્રોફેસર સંજય મિત્તલે બતાવ્યું છે કે
બુમરાહની બોલિંગ બાકી બોલરોથી કેવી રીતે અલગ છે.તેમણે અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માટે લખ્યું હતું કે બુમરાહને રિવર્સ મૈગ્નસ ફોર્સના કારણે સફળતા મળી રહી છે. મિત્તલે જણાવ્યું હતું કે બુમરાહની સ્પીડ, સીમ પોઝિશન અને ૧૦૦૦ રાઉન્ડ/મિનિટની રોટેનશલ સ્પીડ બોલને ફક્ત ૦.૧ સ્પિન રેશિયો આપે છે. જેના કારણે રિવર્સ મૈગ્નેસ ઇફેક્ટ ઉભી થાય છે. આ ઇફેક્ટથી બુમરાહનો બોલ ઘણો ઝડપથી ઉપરથી નીચે આવે છે અને બેટ્‌સમેનને ચકમો આપે છે.
મિત્તલે આગળ લખ્યું હતું કે બુમરાહ બોલને નીચે તરફ લઈ જવા માટે તાકાત લગાવે છે, જેનાથી તે ઝડપથી પડે છે. તેને સમજવો બેટ્‌સમેનો માટે મુશ્કેલ કામ હોય છે. રિવર્સ મૈગ્નેસથી બોલ બેક સ્પિનથી આગળ વધે છે અને ઝડપથી ડિપ કરે છે. આ જ તેની સફળતાનું રહસ્ય છે.બુમરાહે ૪૯ વન-ડેમાં ૮૫ વિકેટ ઝડપી છે. જ્યારે ૧૦ ટેસ્ટમાં ૪૯ વિકેટ અને આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ૫૧ વિકેટ ઝડપી છે. આઈપીએલમાં પણ બુમરાહ વિકેટ લેવામાં માહિર છે. તેણે ૭૭ આઈપીએલ મેચમાં ૮૨ વિકેટ ઝડપી છે. વિકેટ ઝડપવા ઉપરાંત તે રન પણ વધારે આપતો નથી.મુંબઈ ઇન્ડિયન્સને ૨૦૧૯માં આઈપીએલમાં ચેમ્પિયન બનાવવામાં આ બોલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિન તેંડુલકરે બુમરાહને હાલના સમયે દુનિયાનો બેસ્ટ બોલર ગણાવ્યો છે.

Related posts

ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

aapnugujarat

नाथन कल्टर नाइल ने दमदार बल्लेबाजी की : फिंच

aapnugujarat

अफरीदी ने एलओसी का दौरा किया : कुछ लोगों की समझ विकसित नहीं होती : गंभीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1